________________
મોરાક થાટે કાઉસગ્ગ પ્રભુજી તાપસ તિહાં કર ભેદીજી અહજીંદકનું માન ઉતાર્યું ઈદ્ર આંગુલી છેદીજી... ૫ કનક બળે ચંદ્ર કૌશિક વિષ ધર પરમેશ્વરે પડિબોહ્યો ધવલ રૂધિર દેખી જિન દેહે જાતિસમરણ સોહ્યો... ૬ સિંહ દેવજીએ કીયો પરીષહ ગંગાનદી ઉતારેજી નાવને મજ જન કરતો દેખી કંબલ-સંબલ નિવારે છે... ૭ ધર્માચાર્ય નામે મંખલી પુત્રે પરિઘવ જવાલાજી તેજોલેશ્યા મૂકી પ્રભુને તેને જીવિતદાન આલ્યાંછ... ૮ વાસુદેવભવે પૂતના રાણી વ્યંતરી તાપસ રૂપે જટાભરી જલ છોટે પ્રભુને તોપણ ધ્યાન સ્વરૂપે... ૯ ઈદ્રપ્રશંસા અણમાનતે સંગમે સુરે બહુ દુ:ખ દીધાંજી એક રાત્રીમાં વીસ ઉપસર્ગ કઠોર-કિઠોર તેણે કીધાંજી... ૧૦ છ માસવાડા પુઠે પડીયો આહાર અસુઝતો કરતો નિશ્ચલ ધ્યાન નિહાળી પ્રભુનું નાઠો કર્મથી ડરતોજી... ૧૧ હજી કર્મ અઘોર તે જાણી મને અભિગ્રહ ધારેજી ચંદનબાલા અડદને બાકુળ પાસી તપ પારે જી... ૧૨ પૂરવભવ વૈરી ગોવાળે કાને ખીલા કોલ્હાજી ખરક વૈધે તે ખેંચી કાઢ્યા ઈણ પેરે સહુ કર્મ રોકયાંજી... ૧૩ બારવર્ષ સહેતાં ઈમ પરિષહ વૈશાખ સુદિ દિન દશમીજી કેવલજ્ઞાન ઉપન્યું પ્રભુને વારી ચિહું ગતિ વિષમીજી... ૧૪ સમોસરણ તિહાં દેવે રચીયું બેઠા ત્રિભુવન ઈશજી શોભતા અતિશય ચોત્રીસે વાણી ગુણ પાંત્રીસજી.. ૧૫ ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર ચૌદસહસ મુનિરાયજી , સાધવી છત્રીસ સહસ અનોપમ દીઠે દુર્ગતિ જાયજી... ૧૬ એક લાખ તે સહસ ઓગણ સાઈઠ શ્રાવક સમકિત ધારીજી ત્રણ લાખ ને સહસ અઢારસે શ્રાવિકા સોહે સારીજી... ૧૭ સ્વામી ચઉવિત સંઘ અનુક્રમે પાવાપુરી પાઉધારેજી કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે પહોંતા મુક્તિ મઝારે જી... ૧૮ પર્વ દિવાળી તિહાંથી પ્રગટ્ય કીધો દીપ ઉદ્યોતજી
// સઝાય સરિતા
૪૫૩