________________
પકવાન્નશું પોષી નાતરે નામ ધર્યું વર્ધમાન વિખ્યાત રે ચંદ્રકલા જિમવાઘે વીર રે આઠ વરસના થયા વડ વીર રે... ૬ દેવસભામાં ઈદ્ર વખાણે રે મિથ્યાદષ્ટિ સુર નવિ માને રે સાપનું રૂપ કરી વિકરાળ રે આવ્યો દેવ બીવરાવવા બાળ રે... ૭ નાખ્યો વીરે હાથે સારી રે બાલક રૂપ કરી સુર ત્યાંહી રે વીરની સાથે આવ્યો રમવા રે જાણી હાર્યો સુર તે બલમાં રે... ૮ નિજ ખંધોલે વીરને ચડાવે રે સાત-તાડ પ્રમાણ તે થાવે રે વીરે માર્યો મુષ્ટિ પ્રહાર રે બીનો સુર તે કર્યો પોકાર રે... ૯ દેવખમાવી કહે સુણ ધીર રે જગમાં મોટો તું મહાવીર રે માતપિતા હવે મુહૂર્ત વારૂ રે સુતને મહેલે ભણવા સારૂ રે... ૧૦ આવી ઈદ્ર તે પૂછવા લાગ્યો રે વીરે સંશય સઘળો ભાંગ્યો રે જે નવ્યાકરણ તિહાં હોવે રે પંડિત ઊભા આગળ જોવે રે... ૧૧ શ્રુતઅવધિજ્ઞાને પૂરા રે સંયમ ક્ષમા તપે શૂરા રે અતિ આગ્રહથી પરણ્યા નારી રે સુખ ભોગવે તેહશું સંસારી રે... ૧૨ નંદિવર્ધન ભાઈ વડેરો રે હેની સુંદરણા બહુ સુખદાયી રે સુરલોકે પહોંતા માયને તાય રે પૂર્ણ અભિગ્રહ વીરનો થાય રે... ૧૩ દેવ લોકાંતિક સમય જણાવે રે દાન સંવત્સરી દેવા મંડાવે રે માગશિર વદિ દશમી વ્રત લીનો રે તીવ્ર ભાવથી લોચ તવ કીનો રે... ૧૪ દેશવિદેશે કરે વિહાર રે સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે પાંચમું વ્યાખ્યાન પુરું આંહી રે પભણે માણેક વિબુધ ઉમાંહી રે... ૧૫
ઢાળ ૭: ચારિત્ર લેતા ખંધે મૂક્યું. દેવદૂષ્ય સુરનાથજી તેહનું અધું પ્રભુજીએ આપ્યું બ્રાહ્મણને નિજ હાથજી... ૧ વિહાર કરતાં કાંટે વળગ્યું બીજું અર્ધ તે ચેલજી તેરમાસ સચેલક રહીયા છે કહીયે અચેલજી... ૨ પન્નર દિવસ રહી તાપસ આશ્રમે સ્વામી પ્રથમ ચોમાસેજી અસ્થિ ગ્રામે પહોતા જગગુરૂ શૂલપાણીની પાસે... ૩ કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધાં ઉપસર્ગ અતિ ધોરજી સહી પરિષહ તે પ્રતિબોધી મારી નિવારી જોરજી... ૪
નાસજી
૪૫૨
સક્ઝાય સરિતા