________________
વરસાવે ફળ ફુલની રે મનમોહના નૂતન વસ્ત્રનિધાન રે જગસોહના ૨ વાધે દોલત દિન પ્રત્યે રે મનમોહના તેણે વર્ધમાન હેત રે જગસોહના દેશું નામ જ તેમનું રે મનમોહના માતા-પિતા સંકેત રે જગસોહના ૩ માતાની ભક્તિ કરી રે મનમોહન નિશ્ચલ રહ્યા પ્રભુ તામ રે જગસોહના માતા અરતિ ઉપની રે મનમોહના શું થયું ગર્ભને આમ રે જગસોહના ૪ ચિંતાતુર સહુ દેખીને રે મનમોહના પ્રભુ હાલ્યા તેણી વાર રે જગસોહના હર્ષ થયો સહુ લોકને રે મનમોહના આનંદમય અપાર રે જગસોહના ૫ ઉત્તમ દોહલા ઉપજે રે મનમોહના દેવપૂજાદિક ભાવ રે જગસોહના પૂરણ થાય તે સહુ રે મનમોહના પૂરવ પુણ્ય પ્રભાવ રે જગસોહના ૬ નવ માસ પૂરા ઉપરે મનમોહન દિવસ સાડા સાત રે જ ગસોહના ઉચ્ચસ્થાને ગ્રહ આવતાં રે મનમોહના વાયે અનુકુલ વાત રે જગસોહના ૭ વસંતઋતુ વન મોરીયા રે મનમોહના જનમનહર્ષ ન માય રે જગસોહના ચૈત્ર માસ સુદિ તેરસે રે મનમોહના જિન જમ્યા આધીરાત રે જગસોહના ૮ અજુઆલું ચિહું જગ થયું રે મનમોહના વર્ચો જય-જયકાર રે જગસોહના ચોથું વખાણ પૂરણ ઈહાં રે મનમોહના બુધ માણેકવિજય હિતકાર રે
જગસોહના ૯
જગસાહા S
ઢાળ ૬ : જિનનો જન્મ મહોત્સવ પહેલો રે છપ્પન દિશિકુમરી વહેલો રે ચોસઠ ઈદ્ર મળી પછે ભાવે રે જિનને મેરૂશિખર લઈ જાવે રે.... ૧ ક્ષીરસમુદ્રનાં નીર અણાવી રે કનક-રજત-મણિ કુંભ રચાવી રે એક કોટિ સાઠ લાખ ભરાવે રે એહવે ઈદ્રને સંદેહ આવે રે... ૨ જલધારા કેમ ખમશે બાળ રે તવ પ્રભુ હરિનો સંશય ટાળ રે અંગુઠે કરી મેર હલાવે રે હરિ ખામીને જિન નહવરાવે રે... ૩ બાવના ચંદન અંગે લગાવે રે પૂજી પ્રણમી ઘરે પધરાવે રે સબલવિધાની સિદ્ધારથ રાજા રે દશ દિન ઉત્સવ કરી તાજા રે... ૪ કુંકુમ હાથા દિયે ઘર બારે રે વાજા વાગે વિવિધ પ્રકારે રે ધવલ મંગલ ગોરી ગાવે રે સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે... ૫
સક્ઝાય સરિતા
૪૫૧