________________
શ્રી ક્ષમાવિજય ગુરૂતણોજી કહે માણેક ગુણ ખાણ. સુગુણનર૦ ૯
ઢાળ ૪ :. દેખી સુપન તવ જાગી રાણી એ તો હિયડે હેત જ આણી રે
પ્રભુઅર્થ પ્રકાશે ઉઠીને પિયુપાસે તે આવે કોમલ વચને જગાવે રે. પ્રભુઅર્થ પ્રકાશે ૧ કરજોડીને સુપન સુણાવે ભૂપતિને મન ભાવે રે; પ્રભુઅર્થ પ્રકાશે કહે રાજા સુણ પ્રાણ પિયારી તુમ પુત્ર હોશે સુખકારી રે... પ્રભુઅર્થ પ્રકાશે ૨ જાઓ સુભગે સુખ શય્યાએ શયન કરીને સઝાયે રે, પ્રભુઅર્થ પ્રકાશે નિજ ઘર આલી રાત્રી વિહાઈ ધર્મક્યા કહે બાઈ રે... પ્રભુઅર્થ પ્રકાશ ૩ પ્રાત:સમય થયો સૂરજ ઉગ્યો ઉઠ્યો રાય ઉમાહ્યો રે, પ્રભુઅર્થ પ્રકાશે કૌટુંબિક નર વેગે બોલાવે સુપન પાઠક તેડાવે રે.. પ્રભુઅર્થ પ્રકાશ ૪ આવ્યા પાઠક આદરપાવે સુપન અર્થ સમજાવે રે... દ્વિજ અર્થ પ્રકાશ જિનવર ચક્રીજનની પેખે ચૌદ સુપન સુવિશેષે રે... દ્વિઅર્થ પ્રકાશ ૫ વસુદેવની માતા સાત ચાર બલદેવની માત રે, દ્વિજ અર્થ પ્રકાશે તે માટે જિન ચક્રી સારો હોશે પુત્ર તુમારો રે... દ્વિજઅર્થ પ્રકાશે ૬ સુપનવિચાર સુણી પાઠકને સંતોષે નૃપ બહુ દાને રે, દ્વિજઅર્થ પ્રકાશે સુપન પાઠક ઘેર બોલાવી નૃપ રાણી પાસે આવી રે.. દ્વિજઅર્થ પ્રકાશે ૭ સુપન અર્થ કહ્યા સંખેવે સુખ પામી પ્રિયા તતખેવે રે, દ્વિજઅર્થ પ્રકાશે ગર્ભ પોષણ કરે હવે હરષે રાણીઅંગ આનંદ વરસેરે...
દ્વિજઅર્થ પ્રકાશે ૮ પંચ વિષય સુખ રંગે વિલસે અબ પુણ્ય મનોરથ ફળશે રે, દ્વિજઅર્થ પ્રકાશ એટલે પુરૂં ત્રીજું વખાણ કરે માણેક જિનગુણ ગાન રે.. દ્વિજઅર્થ પ્રકાશે ૯
ઢાળ પઃ ધનદ તણે આદેશથી રે મનમોહન તિર્યગ જંભક દેવ રે જગસોહના રાયસિદ્ધારથને ઘરે રે મનમોહના વૃષ્ટિ કરે નિત્યમેવ રે જગસોહના ૧ કનકરયણમણિ રીખની રે મનમોહના ધન કણ ભૂષણ પાન રે જગસોહના
સક્ઝાય સરિતા
૪૫૦