________________
અઠ્ઠમતપ મહિમા ઉપર જે નાગકેતુ દષ્ટાંત એ તો પીઠિકા હવે સૂત્ર વાંચના વીરચરિત્ર સુણો સંતરે... પ્રાણી, ૮ જંબુદ્વીપમાં દક્ષિણ ભારતે માહણકુંડ સુઠામ અષાડ સુદિ છઠે પ્રભુ ચવીયા સુરલોથી અભિરામ રે... પ્રાણી, ૯ ઋષભદત્ત ઘરે દેવાનંદા કુખે અવતરીયા સ્વામી ચૌદ સુપન દેખી મન હરખી પિયુ આગળ કહે તામ રે... પ્રાણી, ૧૦ સુપન અર્થ કહ્યો સુત હોશે એહવે ઈદ્ર આલોચે બ્રાહ્મણ ઘર અવતરીયા દેખી બેઠા સુરપતિ શોચે રે... પ્રાણી૧૧ ઈદ્ર સ્તવી તિહાં ઉલટ આણી પૂરણ પ્રથમ વખાણ મેઘકુમાર કથાથી સાંજે કહે બુધમાણેક જાણ રે... પ્રાણી૧૨
ઢાળ ૩ : ઈદ્રવિચારે ચિત્તમાંજી એ તો અચરિજ વાત નીચકુલે ન આવે કદાજી ઉત્તમ પુરૂષ અવદાત સુગુણનર ! જુઓ જુઓ કર્મપ્રધાન કર્મસબલ બલવાન... સુગુણનર૦ ૧ આવે તો જન્મ નહીંછ જિનચક્રી હરિ રામ ઉગ્ર ભોગ-રાજન કુલેજી આવે ઉત્તમ ઠામ... સુગુણનર૦ ૨ કાલ અનંતે ઉપનાજી દશ અચ્છરાં રે હોય તિણે અચ્છેરૂ એ થયુંજી ગર્ભહરણ દશમાંય... સુગુણન૨૦ ૩ અથવા પ્રભુ સત્યાવીસમાંજી ત્રીજા ભવમાં રે જન્મ મરીચિભવે કુલમદ કીયોજી તેથી બાંધ્યું નીચકર્મ... સુગુણનર૦ ૪ ગોત્રકર્મ ઉદયે કરીજી માહણ કુલે ઉવવાય ઉત્તમ કુલ જે અવતરેજી ઈદ્રજીત થાય... સુગુણન૨૦ ૫ હરિણગમેષી તેડીને જી હરિ કહે એહ વિચાર વિપકુલેથી લઈ પ્રભુજી ક્ષત્રિય કુલે અવતાર.. સુગુણનર૦ ૬ રાય સિદ્ધારથ ઘર ભલીજી રાણી ત્રિશલાદેવી તાસ કુખે અવતારીયાજી હરિ સેવક તતખેવ... સુગુણનર૦ ૭ ગજ વૃષભાદિક સુંદરજી ચૌદ સુપન તિણવાર દેખી રાણી જેહવાં વર્ણવ્યાં સૂત્રે સાર... સુગુણનર૦ ૮ વર્ણન ચાર સુપન તણુંજી મૂકી બીજું વખાણ [ સક્ઝાય સરિતા
૪૪૯