SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પરમભક્તિ પ્રીતિ લાવીને સાધુને ચાર આહારો રે... પર્વ પજુસણ૦ ૪ ગાય સોહાગણ સવિ મલી ધવલ મંગલ ગીત રે પકવાન્ને કરી પોષીએ પારણે સાતમી મન પ્રીત રે... પર્વ પજુસણ૦ ૫ સત્તર ભેદી પૂજા રચી પૂજીએ શ્રી જિનરાય રે આગળ ભાવના ભાવીએ પાતક મલ ધોવાય રે... પર્વ પજુસણ૦ ૬ લોચ કરાવે રે સાધુજી બેસે બેસણા માંડી રે શિર વિલેપન કીજીએ આળસ અંગથી ઠંડી રે... પર્વ પજુસણ૦ ૭ ગજગતિ ચાલે ચાલતી સોહાગણ નારી તે આવે રે કુંકુમચંદન ગહું અલી મોતીયે ચોક પુરાવે રે... પર્વ પજુસણ૦ ૮ રૂપામહોરે પ્રભાવના કરીયે તવ સુખકારી રે શ્રી સમાવિજય કવિરાયનો બુધ માણેકવિજય જયકારીરે... પર્વ પજુસણ૦ ૯ ઢાળ ૨ : પહેલે દિન બહુ આદર આણી કલ્પસૂત્ર ઘર આણો કુસુમ વસ્ત્ર કેશર શું પૂછ રાત્રી જગે લીજે લાહો રે પ્રાણી ! કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધો રે ભવિજન પ્રહઉઠીને ઉપાશ્રયે આવી પૂજી ગુરૂ નવ અંગે વાછંટ વાજતાં મંગલ ગાવતાં ગહુંલી કીજે મન રંગે રે... પ્રાણી- ૨ મન-વચ-કાયાએ ત્રિકરણ શુદ્ધ શ્રી જિનશાસન માંહિ સુવિહિત સાધુતણે મુખ સુણીયે ઉત્તમ સૂત્ર ઉમાંહિ રે... પ્રાણી. ૩ ગિરિમાંહે જેમ મેરૂ ગિરિવર મંત્રમાંહે નવકાર વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ શાસ્ત્રમાંહે કલ્પસાર રે... પ્રાણી૪ નવમા પૂર્વનું દશાશ્રુત સ્કંધ અધ્યયન આઠમું જેહ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુએ ઉદ્ધર્યું કલ્પસૂત્ર એહ રે... પ્રાણી ૫ પહેલે મુનિ દશ કલ્પ વખાણ ક્ષેત્ર ગુણ કહ્યાતેર તૃતીય રસાયન સરીખું એ સૂત્ર પૂરવમાં નહિં ફેર રે... પ્રાણી. ૬ નવસે ત્રાણુ વરસે વીરથી સદા કલ્પ વખાણ ધ્રુવસેન રાજાના પુત્રની આરતિ આનંદપુર મંડાણ રે... પ્રાણી ૭ સાય સરિતા ૪૪૮
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy