________________
તેહમાં આઠ દિન રૂઅડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ ૨ ખાંડણ પીસણ ગારના રે લાલ, નાવણ ધોવણ જેહ રે; ભ૦ એહવા આરંભને ટાળીએ રે લાલ, વાંછો સુખ અછેહ રે. ભ૦ ૩ પુસ્તક વાસી ન રાખીએ રે લાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ ધર્મ સારૂ વિત્ત વાવરો રે લાલ, હઈડે આણી વિવેક રે. ભ૦ ૪ પૂજી અર્ચીને આણીએ રે લાલ, શ્રી સદ્ગુરુની પાસ રે; ભ૦ ઢોલ દદામા ફેરિયા રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫ શ્રીફળ સરસ સોપારીયો રે લાલ, દીજે સાહમ્મીને હાથ રે; ભ૦ લાભ અનંતા બતાવીયા રે લાલ, શ્રીમુખ ત્રિભુવનનાથ રે ભ૦ ૬ નવ વાંચના કલ્પસૂત્રની રે લાલ, સાંભળો શુદ્ધ ભાવે રે; ભ સાહમ્મિવચ્છન્ન કીજીયે રે લાલ, ભવજળ તરવા નાવ રે. ભ૦ ૭ ચિત્તે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે, ભ૦ અંગપૂજા સદ્ગુરુ તણી રે લાલ, કીજીયે હર્ષ અપાર રે. ભ૦ ૮ જીવ અમારિ પળાવીએ રે લાલ, તેહથી શિવસુખ હોય રે; દાન સંવત્સરી દીજીયે રે લાલ, ઈણ સમો પર્વ ન કોઈ રે. ભ૦ ૯ કાઉસ્સગ્ગ કરીને સાંભળો રે લોલ, આગમ આપણે કાન રે; ભ૦ છઠ્ઠું અઠ્ઠમ તપસ્યા કરો રે લાલ, કીજે ઉજવલ ધ્યાન રે. ભ૦ ૧૦ ઈવિધ પર્વ આરાધશે રે લાલ, લેશે સુખની કોડ રે; ભ મુક્તિ મંદિરમાં મહાલશે રે લાલ, મતિહંસ નમે કરજોડ રે. ભ૦ ૧૧
ભ
૨૧૬. પર્યુષણ પર્વની સજ્ઝાયો (૨) (ઢાળ-૧૧)
ઢાળ ૧
પર્વ
પજૂસણ આવીયા આનંદ અંગે ન માય રે
ઘર ઘર ઉત્સવ અતિઘણા શ્રી સંઘ આવે ને જાય રે... પર્વ પશુસણ૦ ૧ જીવ અમારી પળાવીએ ફીજીએ વ્રત પચ્ચખાણ રે
ભાવધરી ગુરૂ વંદીએ સુણીયે સૂત્ર વખાણ રે... પર્વ પજુસણ૦ ૨ આઠ દિવસ એમ પાળીએ આરંભનો પરિહારો રે
નાવણ ધોવણ ખંડણ લીંપણ પીસણ વારો રે... પર્વ પજુસણ૦ ૩ શક્તિ હોય તો પચ્ચક્ષીએ અઠ્ઠાઈ તપ અતિસારો રે
સજ્ઝાય સરિતા
૪૪૭