________________
જીરે ઉપકાર તે કીજીયે એ તો ટાળીયે પરની પીડ હો વિશેષ નવમીયે નવપુષ્પ અનુસરી એ તો ભાંગીયે ભવની ભીડ હો... હો વિશેષ ૯ જીરે ઈણવિધ નવમી પ્રમોદશું એ તો આદરે પ્રાણી જેહ હો વિશેષ લબ્ધિવિજય રંગે કરી એ તો શિવસુખ લહેશે તેહ હો... હો વિશેષ ૧૦
દશમ તિથિ (ઢાળ ૧૦) દશમીયે દુશ્મન વારિયું કામ ક્રોધ મદ જોર રે. દશવિધ યતિધર્મ આચરી કાપીયે દુઃખ તણી દોર રે... લાલ સુરંગા રે આતમાં વહિયે ધર્મની હોર રે પ્રગટે પુણ્યનો તોર રે લહિયે મુક્તિનો ઠોર રે વાધે જસ ચિહું ઓર રે... લાલ સુરંગા રે આતમાં ૧ દશવિધ વિનયને અભ્યાસી તોડીયે મોહજંજાલ રે દશવિધ મિથ્યાત્વ પરિહરી ઝંડીયે આળપંપાળ રે... લાલ સુરંગા રે આતમાં મેલીયે સુકૃતમાલ રે પ્રગટે ભાગ્ય વિશાલ રે હોવે મંગલ માળ રે લહિયે સુખ તતકાળ રે... લાલ સુરંગા રે આતમા ૨ ત્રસ થાવર સર્વ જીવને સંજ્ઞા કહી તસ રંગ રે તે સંજ્ઞા પ્રત્યે ઓળખી કીજે ગુરૂનો પ્રસંગ રે લાલ સુરંગા રે આતમાં સંજ્ઞા ધર્મની ચંગ રે રાખીયે ચિત્ત અભંગ રે સુખતટિની વહે અંગ રે ઉલટે ક્યું ગંગતરંગ રે. લાલ સુરંગા રે આતમા ૩ દશવિધ પ્રાણ ત્રસ જીવને ભાખે જિનવર વીર રે તે દશ પ્રાણ તું પામીને ધરિયે મનદયા ધીર રે લાલ સુરંગા રે આતમાં દશવિધ સુખ શરીર રે હરિયે દશવિધ પીર રે તોડીયે દુઃખ જંજીર રે પામીયે ભવોદધિ તીર રે... લાલ સુરંગા રે આતમા ૪ દશ પચ્ચખાણ સિદ્ધાંતમેં પાળ્યા છે સહિ બોલ રે તેહમાં નિત્ય એક ભાવશું કરે પચ્ચખાણ અમોલ રે લાલ સુરંગા રે આતમાં જાણી લાભ અતોલ રે મુક્તિ શું કરિ બંધ કોલ રે લબ્ધિ ભણે દિલ ખોલ રે વાજે જીતના ઢોલ રે... લાલ સુરંગા રે આતમા ૫
અગિયારસ તિથિ (દુહા). ઈમ દશ તિથિ અધિકાર, અર્થ કિંચિત્ કહ્યો ચરિત્ર, શાસ્ત્ર તણા અનુસારથી, વર્ણન કરી વિચિત્ર... ૧
// સક્ઝાય સરિતા
૪૪૧