________________
હવે એકાદશી તિથિ તણા, કહે સૂરિજન મહારાજ, ત્રિકરણ કરીને આતમા, નિસુણો થઈ મૃગરાજ... ૨
(ઢાળ ૧૧)
હવે એકાદશી ઈમ વડે ભવિજન ખંડીયે વિષયાસત્ત હો વસન ઓઢો નિર્વિકારનાં ભવિજન જેહની છે સબલ પ્રતીત હો... ગુણનારાગી અવગુણ ત્યાગી સહી હોઈયે વિજન પામી મનુષ્યભવ સંગ હો...
ગુણનારાગી ૧
ધ્યાન તણી અંગીઠિકા ભવિજન ભોજન તિમ સંતોષ હો આસવ સમતા પીવતાં ભવિજન કરો કાયા પોષ હો... ગુણનારાગી ૨ માયાતૃષા દૂરે કીજીયે ભવિજન શુદ્ધસ્વભાવે ક્ષીણ હો
તૈલાન્ચંગ તિમ ઉદાસીનતા ભવિજન શ્રુત તંબોલ પ્રવીણ હો...
ગુણનારાગી ૩
ઉંચા મહેલ વિવેકના ભવિજન વાસ કરો તેહ માંહે હો અગ્યાર બોલ તે ધારિયે ભવિજન રસપોષણ છે જેહ હો... ગુણનારાગી ૪ અગ્યાર અંગ રસ સાંભળી ભવિજન પ્રતિમા વહો અગ્યાર હો
કર્મ કઠિન દૂરે કરી વિજન લહિયે યું મુક્તિ દુવાર હો... ગુણનારાગી ૫ એકાદશી તપ કીજીયે ભવિજન એમ એકાદશ વર્ષ હો
અગ્યાર અંગ વાચક હોવે ભવિજન પામીયે સુજશ હર્ષ હો... ગુણનારાગી ૬ ઈવિધ ભવિયણ આદરો ભવિજન જાણી એકાદશી સાર હો લબ્ધિ કહે ભાવે સાંભળો ભવિજન હોવે જ્યું ભવનિસ્તાર હો...
ગુણનારાગી ૭
બારસ તિથિ (ઢાળ ૧૨)
દ્વાદશી કહે ભવિ ! ભાવશું કીજે ધર્મની ગોઠ લાલ રે વિણ દામે રસ લીજીયે જિમ સાકરની ભરી પોઠ લાલ રે,
ભાવે ભવિયણ સાંભળો
બારસે બાર ઉપાંગના નિસુણો જે કહ્યા બોલ લાલ રે ભાવે૦ સ્વાદ લ્યો અમૃત તેહના ટાળી જડતા નિટોલ લાલ રે ભાવે૦ ૨ બારે વ્રત ભવિ ઉચ્ચરી મેલીયે સુકૃત માળ લાલ રે કર્મ મલિન દૂરે કરી શ્રાવક કુલ અજુવાળ લાલ રે ભાવે૦ ૩
૪૪૨
સજ્ઝાય સરિતા