________________
જિનદેવની કરો ચાકરી દિલશું કરી મન કોડિ રે ભવિયણ હિત ધરી મનરૂપી ઘોડો બનાવીયે ગુરૂ જ્ઞાન લગામ જોડિ રે ભવિયણ હિત ધરી ૪ શીલની પાખરણી નાખીયે તપરૂપી ખગ લેઈ હાથ રે ભવિયણ હિત ધરી ક્ષમા બખ્તર પહેરીને ધ્યાન કબાન લેઈ સાથ રે ભવિયણ હિત ધરી ૫ વિરતિ તીર ચલાવીને અષ્ટ કરમ મદ મોડિ રે ભવિયણ હિત ધરી વિષય કષાય જે આકરા તેહ મેવાસી તોડિ રે ભવિયણ હિત ધરી ૬ શ્રી જિન આણા માનીને મુજરો કરી કર જોડિ રે ભવિયણ હિત ધરી શ્રી જિનકેરા પસાયથી મોક્ષ શહેર જાઓ દોડી રે ભવિયણ હિત ધરી ૭ આઠમ દિન શુભ જાણીને ધર્મના કરીયે વખાણ રે ભવિયણ હિત ધરી કપટનો કોટ ઉડાડીયે વાજે રૂં જીત નિશાન રે ભવિયણ હિત ધરી ૮ એણી પેરે અષ્ટમી ભાવશું આદરે પ્રાણી જેહ રે ભવિયણ હિત ધરી લબ્ધિ કહે ભવિ તસ ઘરે પ્રગટે પુણ્યની રેહ રે ભવિયણ હિત ધરી ૯
નોમ તિથિ (ઢાળ ૯) જીરે નવમી કહે નમીયે સદા એ તો શ્રી જિનકેરાં બિંબ, હો વિશેષ નવઅંગે પૂજા બનાવીયે, એ તો મૂકી મનનો દંભ... હો વિશેષ ૧ જીરે ભવિયણ શુભ ભાવે કરી ઠંડો વિષય કષાય અતીવ હો વિશેષ સ્નાત્ર મહોત્સવ કીજીયે એ તો દીજે દાન સદીવ... હો વિશેષ ૨ જીરે પૂજા ભક્તિ પ્રભાવના કરી રોપીજે કીર્તિ દંભ હો વિશેષ સુખ અનંતાં તે વરે તસ જ સ ભણે સુર રંગ... હો વિશેષ ૩ જીરે જિન આગે સ્તવના ભાવશું એ તો જે કરે નાટારંભ હો વિશેષ લાભ અનંત જિન ભણે જુઓ મહિમા ભાવ અચંભ... હો વિશેષ ૪ જીરે જિનસ્તવના ગુણ ગાવતાં એ તો સમકિત હોયે ઉદ્યોત હો વિશેષ લંકાપતિ રાવણ પરે એ તો બાંધી તીર્થકર ગોત... હો વિશેષ ૫ જીરે અરિહંત ભક્તિ પ્રભાવથી એ તો જાયે ભવનાં પાપ હો વિશેષ નવનિધાન સુખ સંપજે વળી હોવે હું અધિક પ્રતાપ... હો વિશેષ ૬ જીરે નવપદ ધ્યાન સદા ધરી એ તો પાળીયે નવવિધ શીલ હો વિશેષ નવ નોકષાયને પરિહરી એ તો લહીયે સુખની લીલ... હો વિશેષ ૭ જીરે નવતત્ત્વને ઓળખી એ તો પામી મનુષ્ય અવતાર હો વિશેષ શત્રુ-મિત્ર સરિખા ગણો એ તો સકલ જંતુ નિરધાર હો વિશેષ ૮ ૪૪૦
સક્ઝાય સરિતા