________________
સાત ભય નિવારીયે સુખકારી હે ઠંડીયે મિથ્યા શંસ સુખકારી હે શાંત અમીરસ કુંડમાં સુખકારી હે ઝીલીયે થઈને હંસ સુખકારી હે ૨ સાતમ દિન સાત ખેતમે સુખકારી તે વાવીયે દ્રવ્ય વિશેષ સુખકારી હે સુકૃત કર્ષણ ઉગીને સુખકારી હે ઉપજે ધાન્ય વિવેક સુખકારી હે ૩ વાડ કરો તમે શીલની સુખકારી હે તસ પાંખડી ચિહું ઠોર સુખકારી હે ચોકી ઠવો સહી ધર્મની સુખકારી હે અધિક ન કરે જોર સુખકારી હે ૪ મનરૂપી માળો બનાવીયે સુખકારી હે બેસીયે તિહાં સાવધાન સુખકારી હે વિરતિરૂપી ગોફણે કરી સુખકારી હે નાખિયે ગોલા જ્ઞાન સુખકારી છે ૫ દુષ્કૃત પંખી ઉડાડીયે સુખકારી હે કરી નિશ્ચય વ્યવહાર સુખકારી હે પોંખ આરોગિયે પુષ્યના સુખકારી હે ભવિયણ થઈ હુંશિયાર સુખકારી હે ૬ સાત નય જાણી તમે સુખકારી હે તતૂપી ખળાં બનાવ સુખકારી હે કરૂણારસ જલ આણીને સુખકારી હે સાત નય ખળાં પિવરાવ સુખકારી હે ૭ જીવદયા સગટે ભરી સુખકારી હે સુકૃત કર્ષણ સાર સુખકારી હે સંવર બળદને જોતરી સુખકારી હે આણીયે ખળા મઝાર સુખકારી હે ૮ ધ્યાનરૂપીથંભ રોપીને સુખકારી હે લણીયે ક્ષપક સંયોગ સુખકારી હે જિન આણા સહી ભાવીયે સુખકારી હે હાલરૂઆં અશોગ સુખકારી હે ૯ દુ:ખરૂપી બૂરાં ઝાટકી સુખકારી હે નાખિયે દૂર સુજાણ સુખકારી હે આતમબલ ભંડારમેં સુખકારી હે ભરજો સુકૃત ધ્યાન સુખકારી હે ૧૦ ઈહભવ પરભવ ભવો ભવે સુખકારી હે પામીયે સુખ વિચિત્ર સુખકારી હે સંતોષ રાખી આતમા સુખકારી હે પીજે પુણ્ય પવિત્ર સુખકારી હે ૧૧ લબ્ધિ કહે ભવિ ઈણ વિધે સુખકારી હે આદરે પ્રાણી જેહ સુખકારી હે સાત રજજબાતમ ભેદીને સુખકારી હે શિવ સુખ લહેશે તેહ સુખકારી હે ૧૨
આઠમ તિથિ (ઢાળ ૮) આઠમ કહે આઠ મદના પ્રાણી ! કરજો સુકૃત-કામ રે, ભવિયણ હિત ધરી આઠ પ્રકારે આતમા ઓળખો તમે અભિરામ રે ભવિયણ હિત ધરી ૧ પડિકમણાં પોષા કરી તોડો દુઃખના વર્ગ રે ભવિયણ હિત ધરી સમિતિ ગુમિ સુધાં ધરી મેલો સુખ અપવર્ગ રે ભવિયણ હિત ધરી ૨ અષ્ટમહાગુણસિદ્ધના ધ્યાવો તે નિશદીસ રે ભવિયણ હિત ધરી અષ્ટમહાસિદ્ધિ સંપજે પહોંચે મનહ જગીશ રે ભવિયણ હિત ધરી ૩ / સઝાય સરિતા
૪૩૯