________________
પંચમી તપ શુભ આદરો રે દિન દિન દોલત થાય... ભવિકજન ૫ પંચમી ત૫ મહિમાં ઘણો રે કહેતાં ના'વે પાર વરદત્તને ગુણમંજરી રે જુઓ, પામ્યા ભવનો પાર... ભવિકજન ૬ પંચમી એમ આરાધીયે રે લહીયે પંચમ નાણ ચૌદ રજવાત્મક લોકનારે એ તો મન પજવ શુભ જાણ... ભવિકજન ૭ ઘનઘાતી કર્મ ખપાવતાં રે વાજે હો મંગલ શબ્દ પંચમીગતિ અવિચલ લહે રે તિહાં સુખ અનંત સુલબ્ધ... ભવિકજન ૮
છઠ્ઠ તિથિ (દુહા) ઈણ વિધ પાંચે તિથિ ભણી, બોલી શુભ પરિણામ, એક એકથી ચઢતે ગુણે, મનોહર છે અભિરામ... ૧ છઠ્ઠી તણાં ગુણ વર્ણવું, મૂકી મન અભિમાન, હવે ભવિયણ ભાવે કરી, નિસુણો થઈ સાવધાન... ૨
ઢાળ ૬ : છઠ્ઠી કહે મુજ ઓળખી રે છટકો પાપથી દૂર, સનેહી સાંભળો છકાય રક્ષા કીજીયે રે હોવે જયું સુખ સમૂર... સાંભળો ૧ ચારકષાય રાગ-દ્વેષને રે નાખજો દૂર વિહાર સાંભળો છે એ દ્રવ્યને ઓળખી રે પાળો નિરતિચાર... સાંભળો રે સમકિત શુદ્ધ જગાવીયે રે ભાગીયે દુઃખની બેડી સાંભળો મગ્ન રહો જિનધર્મમેં રે નાખો કુગતિ ઉખેડી... સાંભળો ૩ છઠ્ઠી આરાધો ભાવશું રે ભવિયણ થઈ ઉજમાલ સાંભળો ભક્તિ મુક્તિ સદા લહો રે હોવે યું મંગળમાલ... સાંભળો ૪ લબ્ધિ કહે સાજન તુમેં રે મકરો પ્રમાદ લગાર સાંભળો દિન દિન સંપદા અભિનવી રે હોવે શ્રી શ્રીકાર... સાંભળો ૫
સાતમ તિથિ (ઢાળ ૭) સાતમ કહે શાંત આતમા સુખકારી હે પ્રાણી રાખીયે સોય, સદા સુખકારી હે સુખ આવે ગર્વ ન કીજીયે સુખકારી હે દુઃખ આવે દીન ન હોય
સુખકારી હે ૧
૪૩૮
સાય સરિતા