SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથ તિથિ (ઢાળ ૪) ચોથ કહે ભલિ સાંભળો રે માહરા ગુણ અભિરામ માહરી શીખે ચાલશો રે તો લેશો મુક્તિનું ઠામ રે પ્રાણી ! જિન વાણી ધરો ચિત્ત એ તો આણી મન શુભ રીત રે, પ્રાણી ! જિન૦ ૧ વિથા ચારે પરિહરો રે પરિહરો ચાર કષાય ક્ષમા રૂપી ધન સંચીયે રે ભવો ભવ પાતક જાય રે... પ્રાણી ! જિન૦ ૨ ત્રિગડે બેસી જિનવરે રે ભાખ્યો ચઉવિહ ધર્મ દાન-શીયલ-તપ-ભાવના રે એ ચારે સુખનાં હર્મ રે... પ્રાણી ! જિન૦ ૩ દાને દોલત પામીયે રે શીલે જસ સૌભાગ્ય તપ કરી કર્મ વિનાશિયે રે ભાવે ભાવઠ ભાગિ રે... પ્રાણી ! જિન૦ ૪ ભવ નિધિ પાર ઉતારવા રે એ ચારે નાવ સમાન સકલ પદારથ આપવા રે એ ચારે પ્રગટ નિધાન રે... પ્રાણી ! જિન૦ ૫ ઈમ જાણી પુણ્ય કીજિયે રે સાંભળી સદ્ગુરૂ વાણ ચિલ્ડંગતિનાં દુ:ખ ટાળીયે રે હોવે કોડી કલ્યાણ રે... પ્રાણી ! જિન૦૬ ચોથ તણાં ગુણ જાણીને રે જે ધરે ચઉ ધર્મદ્વાર વિજય લબ્ધિ સદા લહે રે સાધી પદારથ ચાર રે... પ્રાણી ! જિન૦ ૭ પાંચમ તિથિ (ઢાળ ૫) પુનરિપ પાંચમ એમ વદે રે સાંભળો પ્રાણી ! સુજાણ શ્રી જિન આણાએ ચાલીયે રે જિમ લહીએ સુખની ખાણ ભવિકજન ! ધરજો ધર્મશું પ્રીતિ એ તો આણી મન શુભ રીતિ... ભવિકજન ૧ આશ્રવ પંચ દૂરે કરી રે કીજે સંવર પંચ પંચમિતિ શુભ પાળીને રે તમે મેલો શિવવધૂ સંચ... ભવિકજન ૨ પંચમહાવ્રત અનુસરી રે પાળો પંચ ́ આચાર ત્રિકરણ શુદ્ધિએ ધ્યાવજો રે પંચ પરમેષ્ઠી નવકાર... ભવિકજન ૩ સમકિત પંચ અજવાળજો રે ધરજો ચારિત્ર પંચ પંચભૂષણને પડિવજી રે ટાળો દૂષણ પંચ... ભવિકજન ૪ મત કરો પંચ પ્રમાદને રે મત કરો પંચ અંતરાય સજ્ઝાય સરિતા ૪૩૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy