________________
ઈહભવે પરભવે ભવોભવ રે લો હોવે જયું જગ જયકાર રે સુગુણનર ધરજો. ૧ કિરિયા તે ખાતર નાખીયે રે લો સમતા દીજે ખેડ રે સુગુણનર ઉપશમ નીરે સીંચીયે રે લો ઉગે જયું સમકિત છોડ રે સુગુણનર ધરજો. ૨ વાડ કરો સંતોષની રે લો તસ પાંખળી ચિહું ઠોર રે સુગુણના વ્રત પચ્ચખાણ ચોકી ઠવો રે લો વારે યું કર્મના ચોર રે સુગુણનર ધરજો૦ ૩ અનુભવ કેરે ફુલડે રે લો મહોરે સમકિત વૃક્ષ રે સુગુણનર શ્રુતચારિત્ર ફલ ઉતરે રે લોતે ફલ ચાખો શિક્ષ રે સુગુણનર ધરજો. ૪ જ્ઞાનામૃત રસ પીજીયે રે લો સ્વાદ લ્યો સામ્ય તાંબૂલ રે સુગુણનર ઈણરસે સંતોષ પામશો રે લો લહેશો ભવનિધિ ફૂલ રે સુગુણનર ધરજો. ૫ ઈણ વિધ બીજ તમે સહો રે લો છાંડી રાગ ને દ્વેષ રે સુગુણના કેવલ કમલા પામીયે રે લો વરિયે મુક્તિ વિવેક રે સુગુણનર ધરજો. ૬ સમકિત બીજ તે સહે રે લો તે ટાળે નરકનિગોદ રે સુગુણના વિજય લબ્ધિ સદા લહે રે લો નિત નિત વિવિધ વિનોદ રે
સુગુણનર ધરજો૦ ૭ ત્રીજ તિથિ (ઢાળ ૩) ત્રિીજ કહે મુજ ઓળખી રે આદરો દેવ-ગુરુ-ધર્મ જન્મ-જરા-મૃત્યુથી છૂટો રે ટાળો ભવ ભય ભર્મ,... ભવિકજન ! ધરજો ધર્મ શું રાગ જિમ પામો ભવનિધિ તાગ... ભવિકજન ધરજો. ૧ મોહની ત્રણે પરિહરો રે રાખો મન નિઃશલ્ય ગારવ ત્રણે મત કરો રે ઠંડો ત્રણે શલ્ય... ભવિકજન ધરજો૦ ૨ માનવ ભવમાં મોટકાં રે કહિયાં તીને રતન્ન જ્ઞાન-દર્શન-ચારિત્ર અછે રે તેહનું કરીયે જતન્ન... ભવિકજન ધરજો. ૩ એ ત્રણે રત્નયોગથી રે પામી ત્રિભુવન રાજ શ્રી ભગવંત શારશે રે સરશે વંછિત કાજ... ભવિકજન ધરજો. ૪ ત્રિવર્ગનાં સુખ મેળવો રે આણી ત્રચ્ચે યોગ મન-વચન-કાયા યોગથી રે ટાળો કર્મનાં રોગ... ભવિકજન ધરજો. ૫ ત્રણ ગુમિ સૂધી ધરે રે જે નર ત્રીજ આરાધિ વિજય લબ્ધિ તે પામશે રે દિન દિન સુખ સમાધિ... ભવિકજન ધરજો. ૬
૪૩૬
સઝાય સરિતા