________________
વચન વિલાસ કરી કહું તે પણ નહિં સુવિશેષ... ૫ પણ મુજ એક આધાર છે સદ્દગુરૂ તણો પસાય તસ અનુભાવે ઉપજે વચન સદા સુખદાય... ૬ આગમના અનુસારથી આણી મન પવિત્ર પન્નરતિથિ સાતવારનાં પભણું તેહ ચરિત્ર... ૭ જિમ મૃગનાદ લીનો થકો નિસુણે થઈ એકરંગ તિમ સુણજો ભવિયણ તુમે આણી ચિત્ત, અભંગ... ૮
(ઢાળ ૧) પહેલી તિથિ એણીપેરે વદે રે સાંભળો પ્રાણી સાર એક ધર્મ જગ આદરો રે જાણી અથિર સંસાર રે પ્રાણી ! ધરો ધર્મ શું રાગ જિમ પામો ભવ તાગો,
રે પ્રાણી ધરજો. ૧ દશ દષ્ટાંતે દોહિલો રે માનવભવ અવતાર પામી ધર્મને સહો રે પામો જિમ જયકારો... રે પ્રાણી ધરજો. ૨ ધર્મ વડો સંસારમાં રે ભાખે શ્રી કિરતાર સુરમણિસમ એ ધર્મ છે રે અડવાડિયાં આધારો... રે પ્રાણી ધરજો. ૩ ધર્મ થકી સંપદ મળે રે ધર્મ થકી નવનિધિ ધર્મ થકી સંકટ ટળે રે ધર્મ થકી ઋદ્ધિ વૃદ્ધિ... રે પ્રાણી ધરજો. ૪ જુઓ ધર્મપ્રભાવથી રે ચી ભરત નરેંદ્ર અજરામર પદ શાશ્વતાં રે પામ્યો પરમાણંદો... રે પ્રાણી ધરજો૫ જે નર જિનધર્મ પામીને રે કરશે પ્રમાદ લગાર તો પડવો કહે જીવડો રે પડશે નરક મઝાર... રે પ્રાણી ધરજો. ૬ એમ જાણી ભવિ ભાવશું રે કીજે અનુત્તર ધર્મ વિજય લબ્ધિ સદા લહો રે ઠંડી મિથ્યા ભર્મ.. રે પ્રાણી ધરજો. ૭
બીજ તિથિ (ઢાળ ૨) બીજ કહે ભવ્યજીવને રે લો નિસુણો આણી રીઝ રે સુગુણનર સુકૃત કરણી ખેતમે રે લો વાવો સમકિત બીજ રે સુગુણનર ધરજો ધર્મશું પ્રીતડી રે લો કરી નિશ્ચય વ્યવહાર રે સુગુણનર
[ સક્ઝાય સરિતા
૪૩૫