________________
શ્રાવક મળીયા રાય અઢાર આરાધે પોષહ આચાર સોળ પહોર સાંભળે વખાણ છોડે રંગ ભોગ તે જાણ... ૩ જિણ રાતે જિન મુકતે ગયા અણુદ્ધરી કુંથુઆ લહુ થયા તિણ કારણે ગિરૂઆ ઋષિરાય અણસણ લઈને સાર્યા કાજ... ૪ જિનવર સાધુ સાધ્વી તણો પડ્યો વિયોગ તે કારણ ઘણો તેહ દિવસ આવે જિણવાર કહો કિમ થાયે હરખ અપાર... ૫ તેણે કારણ કીજે તપ ઘણો સંભારીને કુલ આપણો પૂજા કરીએ ધરીએ ધ્યાન રાગ ભોગ પરિહરીએ પાન... ૬ કોઈક જીવ અજ્ઞાની જાણ હરખ ધવે જેહ પાપને ઠાણ માંડે મુળ થકી આરંભ ખાવા પીવાનો પ્રારંભ... ૭ ઘઉ પલાળી વણાવે સેવ દિવાળી આવે છે તેવ કરી (કળી) લાડુને સાંકળી ઈન્દ્રિયરસ વાહ્યો હલ ફલી... ૮ રાતે મસળે માટી છાણ, જગન્નાથની ભાંજે આણ ખાંડે દળે નવિ જયણા કરે ખાટકી શાળા પાંચે વાવરે... ૯ ચોમાસામાંહિ બહુલા જીવ નીલ કુલ કુંથુઆ અતીવ કંસારી કીડી કરોળીયા રાતે અંધારે રોળીયા... ૧૦ નાઠી સાન વાસીયો કરે સામાયિક પોષહ પરિહરે પાન ફળ સાડી શણગાર અધિકેરા તે કરે ગમાર... ૧૧ ધન તેરસના ભણી ઉલ્લાસ જીવ હણિને બાંધે પાસ સેવ લાડવા હરખે જ મે શીલ ન પાળે જુવટે રમે... ૧૨ ઘર લીપે કાઢે સાથીયા તાવી તળે જીકે આથીયા પર્વ તણી નવિ લાભે સાર ચઉદસ અમાવસેં ધર્મ સંભાર... ૧૩ વળી જુઓ અધિકારો પાપ ફળ ફુલને કરે સંતાપ ભાજી દાળ કરે તે ગેલ અગ્નિ પ્રજાલી માગે તેલ... ૧૪ ઘર ઘર દીવા લીધે ફરે બહુલા જીવ તેહમાંહી મરે મેરઈયાનું મોઢે નામ ઘર ઘર ફરતો કરે પ્રણામ... ૧૫ પાખી પડિકમણાનો કાળ તે વિસારે મૂર્ખને બાળ મુખે કહાવે શ્રાવક નામ નવિ જાણે શાસન દુર્લભ કામ... ૧૬ જલ ઝળ દીવ પચ્છિમ રાતી કાઢે અળસ જીમે પ્રભાત
સઝાય સરિતા
૪૩૩