________________
[+] ૨૧૩. (ક) દિવાળીની સઝાયો (૨) દિવાળી રઢીયાળી પર્વ સોહામણું પ્રેમ ધરીને આરાધે નર-નાર જો મનવચન-કાયાની સ્થિરતા કેળવી જીવનજ્યોત જગાવે જયજયકારજો, દિવાળી...૧ સુરપતિ નરપતિ સેવિત તીર્થપતિ પ્રભુ સિદ્ધારથ ત્રિશલા દેવીના નંદજો ચોમાસું છેલ્લું કરવાને પધારીયા પાવાપુરીમાં ઘરઘર વન્ય આનંદ જો.... ૨ ચૌદશ દિવાળીનો છઠ્ઠતપ આદરી પર્યકાસને બેસી શ્રી ભગવાન જો સોલ પહોર સુધી આપે મધુરી દેશના સમવસરણમાં કરવા જગ કલ્યાણ જો.... ૩ પંચાવન અધ્યયન પુણ્ય વિપાકના પંચાવન પાપોના ફળનો વિસ્તાર જો વણ પૂછ્યા છત્રીસ સવાલો દાખવે ઉપદેશે શ્રી અગમ-નિગમનો સારજો. ૪ દિવાળીની રાત્રે છેલ્લા પહોરમાં સ્વાતિ ચંદ્ર વર્ધમાન ભગવાન જો નાગકરણમાં સવાર્થ સિદ્ધ મુહૂર્તમાં કમોં તોડી પામ્યા પદ નિવણ જો...૫ મલ્લકી નવ નવ લચ્છવિ ગણના રાજવી પોષહ લઈને સાંભળે ધર્મ રસાળ જો ભાવ છદ્યોત ગયો ને અંધારું થયું એમ જાણીને પ્રગટાવે દીપક માળજો... ૬ પડવે પ્રાતઃ કાળે ગૌતમ સ્વામીને પ્રગટ્ય કેવળ તેથી એ પર્વ પ્રધાન જો બીજે જમાડ્યો બહેને નંદી રાયને ભાઈ બીજનું પર્વ થયું પ્રમાણ જો... ૭ ત્યારથી પર્વ દિવાળી પ્રગટ્ય વિશ્વમાં વીર સાંભરણું સ્થિર બન્યું જગમાંય જો લોક લોકોત્તરમાં છે એ પર્વ મોટકું ઉજવતાં નરનારી સૌ હરખાય જો... ૮ ધર્મી જીવ દિવાળીનો છઠ્ઠ ઉચ્ચરે દિવાળીનો પોષહ કરે બહુમાન જો વીર વિભુને વંદન પૂજન જાપથી ભક્તિ ભાવે આરાધે એક તાન જો. ૯ મહાવીર સ્વામી સર્વજ્ઞ પારંગત પ્રભુ ગૌતમ સ્વામી સર્વજ્ઞનો કરજો જાપ જો
હ્રીં શ્રી આરંભે ને અંતે નમ: માળાવીસ એ કાપે સઘળા પાપ જો... ૧૦ દિવાળીમાં સુધો તપ જપ જે કરે લાખ કોડી ફળ પામે તે ઉજમાળ જો નવલે વર્ષે ઉત્સવ રંગ વધામણાં ચારિત્ર દર્શન કહે મંગળ માળ જો.. ૧૧
૨૧૩. (ખ) દિવાળીની સઝાયો (૩) વાદી વીર જિનેશ્વર પાય સદ્ગુરુ ગોયમ ગણધર રાય તસ નિવણ અને વળી નાણ તે આરાધો શ્રાવણ જાણ... ૧ મુકતે પહુંતા વીર નિણંદ ઓચ્છવ કરે સુરાસુર વૃંદ કલ્યાણક દિન ભણીએ એહ તપે કરી આરાધો તેહ... ૨
૪૩૨
સઝાય સરિતા