SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવનો જન્મ ને દીક્ષા જન્મ અજીત જિનરાય રે સંભવ જિનનું ચ્યવન પ્રમાણો અભિનંદન શિવરાજો રે... અષ્ટમી૦ ૭ મુનિસુવ્રત નમી જન્મકલ્યાણક નેમીનાથ નિર્વાણ રે પાર્થપ્રભુજી અષ્ટમી દિવસે વરીયા અક્ષય ઠાણો રે... અષ્ટમી૦ ૮ એ તિથિનું આરાધન કરતાં દંડવીર્ય નરરાય રે શાશ્વત સુખ પામ્યો અવિકારી તપ અનુપમ ફળદાય રે... અષ્ટમી૦ ૯ કુશળ દીપ એમ ધર્મ કરતા દેવ સફલ મન આશ રે અષ્ટમી પર્વ આરાધો પ્રીતે ભાંખે શ્રી વર્ધમાનો રે... અષ્ટમી૦ ૧૦ ૨૧૨. દિવાળીની સજ્ઝાયો (૧) દુ:ખ હરણી દીપાલિકા રે લાલ પરવ થયું જગમાંહી ભવિ પ્રાણી રે વીર નિર્વાણથી થાપના રે લાલ આજ લગે ઉચ્છાંહી ભવિ પ્રાણી રે સમક્તિ દૃષ્ટિ સાંભળો રે લાલ૦ ૧ સ્યાદ્વાદ ઘર ધોળીએ રે લાલ દર્શનની કરીશુદ્ધિ ભવિ ચારિત્ર ચંદ્રોદય બાંધીયો રે લાલ ટાળો દુષ્કર્મ બુદ્ધિ ભવિ∞ સમકિત૦ ૨ સેવા કરો જિનરાયની રે લાલ દીલ દીઠાં મિઠાશ ભવિ વિવિધ પદારથ ભાવના રે લાલ તે પકવાન્નની રાશ ભવિ૦ સમકિત૦ ૩ ગુણ જિનપદની નામના રે લાલ તેહિજ જુહાર ભટ્ટાર વિ વિવેક રતન મેરાઈયાં રે લાલ ઉચિત તે દીપ સંભાર ભવિ૦ સમકિત૦ ૪ સુમતિ સુવિનતા હેજશું રે લાલ મન ઘરમાં કરી વાસ ભવિ વિરતિ સાહેલી સાથણું રે લાલ અવિરતિ અલચ્છી નિકાલ ભવિ∞ સમકિત૦૫ મૈત્ર્યાદિની ચિંતના રે લાલ તેહ ભલા શણગાર વિ દર્શન ગુણ વાઘા બન્યા રે લાલ પરિમલ પર ઉપગાર વિ૦ સમતિ૦ ૬ પૂર્વ સિદ્ધકન્યા પખે રે લાલ જાનઈયા અણગાર ભવિ સિદ્ધશિલા વર વેદિકા રે લાલ કન્યા નિવૃત્તિ સાર ભવિ॰ સમકિત૦ ૭ અનંત ચતુષ્ટય દાયજો રે લાલ શુદ્ધાયોગ નિરોધ ભવિ પાણિ ગ્રહણ પ્રભુજી કરે રે લાલ સહુને હરખ વિબોધ ભવિ॰ સમતિ૦ ૮ ઈણિપરે પર્વ દીપાલિકા રે લાલ કરતા કોડી કલ્યાણ ભવિ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લાલ પ્રગટે સકલ ગુણખાણ ભવિ સમકિત૦ ૯ સજ્ઝાય સરિતા ૪૩૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy