________________
• ૨૧૦. આઠમની સજ્ઝાયો (૧) શ્રી સરસ્વતીને ચરણે નમું આપો વચન વિલાસ, ભવિયણ અષ્ટમી ગુણ હું વર્ણવું કરે સેવકને ઉલ્લાસ ભવિયણ અષ્ટમી તપ ભાવે કરો આણી હર્ષ ઉમેદ ભવિષણ તો પાર પામશો ભવતણો કરશો કર્મનો ઉચ્છેદ ભવિયણ અષ્ટમી ૨ અષ્ટ પ્રવચન તે પાળીએ ટાળીએ મદનાં ઠામ ભવિયણ
અષ્ટ પ્રાતિહાર્ય મન ધરી જપીએ જિનનું નામ ભવિયણ અષ્ટમી ૩ એહવો તપ તુમે આદરો ધરો મનમાં જિનધર્મ ભવિયણ
તો આપદાથી છૂટશો ટાળશો ચહું ગતિ મર્મ ભવિયણ અષ્ટમી ૪ જ્ઞાન આરાધન એહ થકી લહીએ શિવસુખસાર ભવિયણ આવાગમન જન નહિં હુવે એ છે જગ આધાર ભવિયણ અષ્ટમી ૫ તીર્થંકર પદવી લહે તપથી નવે નિધાન ભવિયણ જુઓ મલ્લિકુમરી પરે પામે તે બહુ જ્ઞાન ભવિયણ અષ્ટમી ૬ એ તપના છે ગુણ ઘણા ભાખે શ્રી જિન ઈશ ભવિયણ શ્રી વિજયરત્નસુરીંદનો દેવ વાચક સુસીસ ભવિયણ અષ્ટમી ૭
૨૧૧. આઠમની સજ્ઝાયો (૨)
અષ્ટમી પર્વ આરાધો પ્રીતે ભાખે શ્રી વર્ધમાનો રે
બારે પર્ષદા આગે પ્રકાશે વાણી અમીય સમાનો રે અષ્ટમી૦ ૧ શ્રેણીક નરપતિ વાંદવા આવે સુણતાં સવિ સુખકાર રે
ચાર કષાય ને વિષય પ્રમાદે જીવ લે સંસાર રે... અષ્ટમી૦ ૨ વ્રત પચ્ચકખાણ વિણ અવિરતિએ થાય સફલ અવતાર રે
યથાશક્તિ તપને આચરીયે જીમ તરીયે સંસાર રે... અષ્ટમી૦ ૩ જો પ્રતિદિન યથાશક્તિ ન હોવે તો પર્વ દિવસ પરમાણ
પરભવ આયુનો બંધ જ હોવે પર્વના દિવસે જાણ રે... અષ્ટમી૦ ૪ અષ્ટમી તપ ફળ પૂછે ગોયમ ભાખે ચરમ જિણંદ રે
અષ્ટ મહાસિદ્ધિને અડ સંપદ આઠે કર્મ નિકંદ રે... અષ્ટમી૦ ૫ બુદ્ધિતણા ગુણ આઠ વિકાસે આઠે દૃષ્ટિ ઉલ્લાસ રે
શ્રી પ્રવચનના આઠ ફળ એથી આઠે મદ શોષાય રે... અષ્ટમી૦ ૬
૪૩૦
સજ્ઝાય સરિતા