SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશાળસોમસૂરીશ્વરું, સુણો તપગચ્છકો શિરદાર મુણિ; તસગુરૂ ચરણકમળ નમી સુણો, સુવ્રતરૂપ સજઝાય ભણી. ૧૫ • ૨૦૯. અગિયારસની સઝાયો (૨) આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પૂગ્યાનો પડિઉત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ૦ ૧ મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ૦ ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ૦ ૩ માગશર શુદિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ૦ ૪ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવક પુર સઘળો પરજાળ્યો, એહનો કાંઈ ન દહીયો. આજ૦ ૫ આઠ પહોર પોસહ તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જો વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ૦ ૬ ઈસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિક્કમણાશું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે. આજ૦ ૭ કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નાંહિ. આજ૦ ૮ પૌષધશાળે ભેગા થઈને, ચાર ક્યા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આજ૦ ૯ એક ઉઠતી આળસ મોડે, બીજી ઉધે બેઠી; નદીઓમાંથી કોઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આજ૦ ૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, નહાની હોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આજ૦ ૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨ સઝાય સરિતા ૪૨૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy