SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮. અગિયારસની સજ્ઝાયો (૧) ગોયમ પૂછે વીરને, સુણો સ્વામીજી, મૌન એકાદશી કોણે કહી; કોણે પાળી, કોણે આદરી, સુણો એહ અપૂર્વ દિન સહી. ૧ વીર કહે ગોયમ, સુણો ગુણ ગેહાજી, નેમે પ્રકાશી એકાદશી; મૌન એકાદશી નિર્મલી, સુણો ગોયમા, ગોવિંદ કરે મલારસી. ૨ દ્વારામતી નગરી ભલી, સુણો॰ નવ જોયણ આરામ વસી; છપ્પન ક્રોડ જાદવ વસે. સુણો॰ કૃષ્ણ બિરાજે તિણે નગરી. ૩ વિચરતા વિચરતા નેમજી, સુવો॰ આવી રહ્યા ઉજ્જયંત શિખરે; મધુરી ધ્વનિ દીયે દેશના, સુણો ભવિયણને ઉપકાર કરે. ૪ ભવ અટવી ભીષણ ઘણી, સુણો॰ તે તરવા પંચપર્ધી કહી; બીજે દુવિધ ધર્મ સાચવો, સુણો દેશવિરતિ સર્વવિરતિ સહી. ૫ પંચમીયે જ્ઞાન આરાધીયે, સુણો પંચ વરસ પંચ માસ વળી; અષ્ટમી દિન અષ્ટ ફર્મનો. સુણો૦ પરભવ આયુનો બંધ કરે. ૬ ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો॰ સત્તાવીસમે ભાગે સહી; અથવા અંતર્મુહુર્ત સમે સુણો શ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭ માયા કપટ જે કેળવે સુણો॰ નરક તિર્યંચનું આયુ ધરે; રાગતણે વશ મોહિયો, સુણો૦ વિકલ થયો પરવશ પણે. ૮ કરણી અકરણી નવિ ગણે સુણો॰ મોહ તિમિર અંધકાર પણે; મોહે મદ ગાઢો ફરે, સુણો દે ઘુમણી ઘણું જોર પણે. ૯ ઘાયલ જેમ રહે ઘૂમતો, સુણો॰ કહ્યું ન માને તેહ પણે; જીવ લે સંસારમાં સુણો॰ મોહ કર્મની સહી લાણી. ૧૦ અલ્પ સુખ શરસવ જેવું સુણો તો તેને મેરૂ સમાન ગણે; લોભે લંપટ વાહીયો, સુણો॰ નવિ ગણે તે અંધપણે. ૧૧ જ્ઞાની વિણ કહો કોણ લહે સુણો શું જાણે છદ્મસ્થ પણે; અષ્ટમીએકાદશી ચૌદશી, સુણો॰ સામાયિક પોસહ કરે. ૧૨ ધર્મને દિવસે કર્મનો, સુણો આરંભ કરે જે નરનારી; નિશ્ચય સદ્ગતિ નવિ લહે, સુણો૦ અશુભ કર્મના ફળ છે ભારી. ૧૩ પાંચ ભરત પાંચ ઐરવર્તે, સુણો મહાવિદેહે તે પાંચ ભણો; કર્મ ભૂમિ સઘળી થઈ, સુણો॰ કલ્યાણક પચાસ સોય ગણો. ૧૪ ૪૨૮ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy