________________
અગ્નિ સંપવિષ જેમ નવિ મારે ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે ચેલા ૨ અવિનયી દુઃખીયો બહુલ સંસારી અવિનયી મુક્તિનો નહિં અધિકારી ચેલા નહિ, કૌહયા કાનની કુતરી જેમ હાંકી કાઢે અવિનયી તેમ ચેલા અવિનયી તેમ...
ચેલા. ૩ અવિનયકારી ને ઈચ્છાચારી રત્નત્રયહારી થાય ભિખારી વિનય શ્રુત તપ વળી આચાર કહીયે સમાધિના ઠામ એ ચાર... ચેલા. ૪ વળી ચાર ચાર ભેદે એકેક સમજો ગુરૂ મુખથી સવિવેક ચેલા) એ ચારેમાં વિનય છે પહેલો ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલો... ચેલા. ૫ મૂળ થકી જિમ શાખા કહીએ ધર્મક્રિયા તિમ વિનયથી લહીએ ચેલા) ગુરૂ વિનયથી લહે સો સાર જ્ઞાનક્યિા તપજપ આચાર... ચેલા. ૬ ગરથ પાર્ષે જિમ ન હોયે હાટ વિણ ગુરૂ વિનયે ધરમની વાટ ચેલા) ગુરૂનાનો પણ મોટો કહીએ રાજા પર તસ આણાં વહીએ... ચેલા. ૭ અલ્પ શ્રત પણ બહુ મૃત જાણો ગુરૂ સાથે હઠવાદ મ તાણો ચેલા જેમ શશી ગ્રહગણમાં બિરાજે મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે... ચેલા. ૮ ગુરથી અળગા મત રહો ભાઈ ગુરુ સેવ્ય લહેશો ગિરૂઆઈ ચેલા) ગુરૂ વિનયે ગીતારથ થાશો વંછિત સવિ સુખ લક્ષ્મી કમાશો... ચેલા. ૯ શાંત દાંત વિનયી લજ્જાળુ તપ-જપ-કિરિયાવંત દયાળુ ચેલા ગુરૂ કુલ વાસે વસતો શિષ્ય પૂજનીય હોયે વિસવાવીસ... ચેલા. ૧૦ દશવૈકાલિક નવમે અધ્યયને અર્થ એ ભાખ્યો કેવલી વયણે ચેલા ઈણપરે લાભવિજય ગુરૂ સેવી વૃદ્ધિવિજય થિર લક્ષ્મી લહેવી ચેલા) ૧૧
ઢાળ ૧૦ : તે દી : તે મુનિ વંદો તે મુનિ વંદો, ઉપશમ રસનો કંદો રે; નિર્મલ જ્ઞાન ક્રિયાનો ચંદો, તપ તેજે જેહવો દિગંદો રે. તે૦ ૧ પંચાથવનો કરી પરિહાર, પંચ મહાવ્રતધારો રે પટ્ટાયજીવ તણો આધાર, કરતો ઉગ્ર વિહારો રે. તે૦ ૨ પંચ સમિતિ ત્રણ ગુતિ આરાધે, ધર્મ ધ્યાન નિરાબાધે રે; પંચમ ગતિનો મારગ સાધે, શુભ ગુણ તો ઈમ વાધે રે. તે ૩ ક્રય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચાર, ચાલતો ખગની ધાર રે. તે૦ ૪ આ સક્ઝાય સરિતા
૪૨૫