________________
ભોગને રોગ કરી જે જાણે, આપ પણું ન વખાણે રે; તપ-શ્રુતનો મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે૦ ૫ છાંડી ધન-કણ-કંચન-ગેહ, થઈ નિઃસ્નેહી નિરીહ રે; ખેહ સમાણી જાણી દેહ, નવિ પોષે પાપે જેહ રે. તે ૬ દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠેઈ જાણે રે. તે ૭ રસના રસ રસીયો નવિ થાય, નિલભી નિમય રે; સહ પરિષહ સ્થિર કરી કાય, અવિચલ જિમ ગિરિરાય રે. તે૦ ૮ રાતે કાઉસ્સગ્ન કરી સ્મશાને, જો તિહાં પરિષહ જાણે રે; તો નવિ ચૂકે તેહવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તેo ૯ કોઈ ઉપર ન કરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે; કર્મ આઠ જીતવા જોધ, કરતો સંયમ શોધ રે. તે૦ ૧૦. દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યો આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧
ઢાળ ૧૧: સાધુ સંયમ સૂધો પાળો વ્રત દૂષણ સવિ ટાળો રે દશવૈકાલિક સૂત્ર સંભાળો મુનિ મારગ અજુઆળો રે... સાધુઝ૦ ૧ રોગાંતિક પરીષહ સંકટ પરસંગે પણ ધાર રે ચારિત્રથી મત ચૂકો પ્રાણી ઈમ ભાખે જિનસાર રે... સાધુઝ૦ ૨ ભ્રષ્ટાચારી ભુંડો કહાવે ઈહ ભવ પરભવ હારી રે નરક નિગોદ તણાં દુ:ખ પામે ભમતો બહુ સંસારી રે... સાધુજીવ ૩ ચિત્ત ચોખે ચારિત્ર આરાધે ઉપશમ નીર અગાધે રે ઝીલે સુંદર સમતા દરિયે તે સુખ સંપત્તિ સાધે રે... સાધુજી ૪ કામધેનુ ચિંતામણી સરિખું ચારિત્ર ચિત્તમેં આણો રે ઈહ પરભવ સુખદાયક એ સમ અવર ન કાંઈ જાણો રે... સાધુજી ૫ સિજજૈભવ સૂરિએ રચીયાં દશ અધ્યયન રસાળા રે મનક પુત્ર હેતે તે ભણતાં લહીએ મંગળ માળા રે... સાધુજીવ ૬ શ્રીવિજયપ્રભસૂરિને રાજ્ય બુધ લાભવિજયના શિષ્ય રે વૃદ્ધિવિજય વિબુધ આચાર એ ગાયો સકલ જગીશે રે... સાધુજીવ ૭ ૪૨૬
સક્ઝાય સરિતા