________________
તેલ ચોપડીને કાસકી ન કીજે દીજે ન વચ્ચે ધૂપ કે... મુનિવર૦ ૬ માંચી પલંગે નવિ બેસીને કીજે ન વીંઝણે વાય ગૃહસ્થને ઘેર નવિ બેસીને વિણ કારણ સમુદાય કે... મુનિવર૦ ૭ વમન વિરેચન રોગ ચિકિત્સા અગ્નિ આરંભ નવિ કીજે સોગઠાં શેતરંજ પ્રમુખ જે દીડા તે પણ સવિ વર્જીજે કે... મુનિવર૦ ૮ પાંચ ઈંદ્રિય નિવશ આણીએ પંચાશ્રવ પચ્ચખીજે પંચ સમિતિ ત્રણ ગુમિ ધરીને છક્કાય રક્ષા કાજે કે... મુનિવર૦ ૯ ઉનાળે આતાપના લીજે શીયાળે શીત સહીએ શાંત દાંત થઈ પરિષહ સહેવા સ્થિર વરસાળે રહીએ કે... મુનિવર૦ ૧૦ ઈમ દુક્કર કરણી બહુ કરતાં ધરતાં ભાવ ઉદાસી કર્મ ખપાવી કઈ કેવલી હુઆ શિવરમણી સુવિલાસી કે... મુનિવર૦ ૧૧ દશવૈકાલિક ત્રીજે અધ્યયને ભાખ્યો એહ આચાર લાભવિજય ગુરૂચરણ પસાયે વૃદ્ધિવિજય જયકાર કે... મુનિવર૦ ૧૨
ઢાળ ૪ : સ્વામી સુધમ રે કહે જંબુ પ્રત્યે સુણ તું ગુણખાણી સરસ સુધારસ હુંતી મીઠડી વીર જિનેશ્વર વાણી... સ્વામી ૧ સૂક્ષ્મ બાદર ત્રસ થાવર વળી જીવ વિરાહણ ટાળ મન-વચ-કાયા રે ત્રિવિધ સ્થિર કરી પહેલું વ્રત સુવિચાર... સ્વામી૨ ક્રોધ લોભ ભય હાસ્ય કરી મિથ્યા મ ભાખો રે વયણ ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે બીજે દિવસ ને રયણ... સ્વામી, ૩ ગામનગર વનમાંહી વિચરતાં સચિત્ત અચિત્ત તૃણ માત્ર કાંઈ અણદીધાં મત અંગીકરો ત્રીજું વ્રત ગુણ પાત્ર.. સ્વામી ૪ સુર-નર-તિર્યંચ યોનિ સંબંધીયા મૈથુન કર પરહાર ત્રિવિધ ત્રિવિધ તું નિત્ય પાળજે ચોથું વ્રત સુખકાર... સ્વામી ૫ ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વળી સર્વ અચિત્ત સચિત્ત પરિગ્રહ મૂછ તેહની પરિહરી ધરી વ્રત પંચમ ચિત્ત... સ્વામી, ૬ પંચ મહાવ્રત એણીપરે પાળજો ટાળજો ભોજન રાતિ પાપ સ્થાનક સઘળાં પરિહરી ધરજો સમતા સવિ ભાંતિ... સ્વામી છે
૪૨૦
સક્ઝાય સરિતા