________________
પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ અગ્નિ એ થાવર પંચ બિતિચઉ પંચિંદિ જલચર થલચર ખેચરા ત્રસ એ પંચ... સ્વામી૮ એ છકાયની વારો વિરાધના જયણા કરી સવિ પ્રાણ વિણ જયણાએ પાપ વિરાધના ભાખે તિહુઅણ ભાણ... સ્વામી, ૯ જયણાપૂર્વક બોલતાં બેસતાં કરતાં આહાર વિહાર પાપકર્મ બંધ કદીયે ન હોવે કહે જિન જગદાધાર... સ્વામી ૧૦ જીવ અજીવને પહેલાં ઓળખો જિમ જયણા તરસ હોય જ્ઞાન વિના નવિ જીવદયા પળે ટળે ન આરંભ કોય... સ્વામી ૧૧ જાણપણાથી રે સંવર સંપજે સંવરે કર્મ અપાય કર્મક્ષયથી રે કેવલ ઉપજે કેવલે મુક્તિ લહાય... સ્વામી, ૧૨ દશવૈકાલિક ચોથા અધ્યયનમાં અર્થ પ્રકાશ્યો રે એહ સદ્ગુરૂ લાભવિજય પદ સેવતાં વૃદ્ધિવિજય લહે તેહ... સ્વામી) ૧૩
ઢાળ પઃ સૂઝતા આહારનો ખપ કરોઇ સાધુજી સંયમ સંભાળ સંયમ શુદ્ધ કરવા ભણીજી એષણા દૂષણ ટાળ... સૂઝતા) ૧ પ્રથમ સજઝાયે પોરિસિ કરીજી અનુસરી વળી ઉપયોગ પાત્ર પડિલેહણ આચરોજ આદરી ગુરૂ અનુયોગ... સૂઝતા. ૨ ઠાર ધું અર વરસાદનાજી જીવ વિરાહણ ટાળ પગ પગ ઈર્યા શોધતાંજી હરિ કાયાદિક નિહાળ... સૂઝતા. ૩ ગેહગણિકા તણા પરિહરોઇ જિહાં ગયા ચલ ચિત્ત હોય હિંસક કુલ પણ તેમ તજોજી પાપ તિહાં પ્રત્યક્ષ જોય... સૂઝતા. ૪ નિજ હાથે બાર ઉઘાડીને પેસીએ નવિ ઘરમાંહિ બાલ પશુ ભિક્ષુકને સંઘટ્ટી ન જઈએ ઘરમાંહિ... સૂઝતા. ૫ જલ ફલ જલણ કણ લુણગુંજી ભેટતાં જે દીયે દાન તે કહ્યું નહિં સાધુનેજી વહોરવું અન્ન ને પાન... સૂઝતા. ૬ સ્તન અંતરાય બાળક પ્રત્યેજી કરીને રડતો ઠહ દાન દીયે જો ઉલટ ભરીજી તો પણ સાધુ વજેહ... સૂઝતા) ૭ ગર્ભવતી વળી જો દીયેજી તેહ પણ અકય હોય માળ નીસરણી પ્રમુખે ચઢીજી આણી દીયે કલ્પ ન સોય... સૂઝતા. ૮ d, સક્ઝાય સરિતા
૪૨૧