________________
ભોગ ભલા જે પરિહર્યા તે વળી વાંછે જેહ રે વમન ભલી કુકર સમો કહીએ કુકમ તેહ રે... શીખ૦ ૮ સર્પ અગંધન કુળ તણાં કરે અગ્નિ પ્રવેશ રે પણ વમીયું વિષ નવિ લીયે જુઓ જાતિ વિશેષ રે... શીખ૦ ૯ તિમ ઉત્તમ કુળ ઉપના છાંડી ભોગ સંયોગ રે ફરી તેહને વંછે નહીં હોય જો પ્રાણ વિયોગ રે... શીખ૦ ૧૦ ચારિત્ર કેમ પાળી શકે જે નવિ જાય અભિલાષ રે સીદાતો સંકલ્પથી પગ-પગ ઈમ જિન ભાખ રે... શીખ૦ ૧૧ જો કણ-કંચન-કામિની અછતા અણ ભોગવતા રે ત્યાગી ન કહીએ તેહને જો મનમેં સવિ જોગવતા રે... શીખ૦ ૧૨ ભોગ સંયોગ ભલા લહી પરિહરે જેહ નિરીહ રે ત્યાગી તેહ જ ભાખીઓ તસ પદ નમું નિશદીહ રે... શીખ૦ ૧૩ ઈમ ઉપદેશ અંકુશડે મયગલ પરે મુનિરાજ રે સંયમ મારગે સ્થિર કર્યો સાધ્યાવંછિત કાજો રે... શીખ૦ ૧૪ એ બીજા અધ્યયનમાં ગુરહિત શીખ પ્રકાશે રે લાભવિજય કવિરાયનો વૃદ્ધિવિજય એમ ભાખે રે.. શીખ૦ ૧૫
ઢાળ ૩ : આધાકર્મી આહાર ન લીજીએ નિશિ ભોજન નહિ કરીએ રાજપિંડ ને શય્યાતરનો પિંડ વળી પરિહરીયે કે... મુનિવર ! એ મારગ અનુસરીયે જિમ ભવ જલનિધિ તરીકે કે... મુનિવર૦ ૧ સામો આપ્યો આહાર ન લીજે નિત્ય પિંડ નવિ આદરીએ શી ઈચ્છા ? એમ પૂછી આપે તે નવિ અંગી કરીએ કે... મુનિવર૦ ૨ કંદ મૂળ ફળ બીજ પ્રમુખ વળી લવણાદિક સચિત્ત વર્ષે તિમ વળી નવિ રાખીજે તે સન્નિધિ નિમિત્ત કે... મુનિવર૦ ૩ ઉધ્વટ્ટણ પીઠી પરિહરીએ સ્નાન કદી નવિ કરીએ ગંધ વિલેપન નવિ આચરીયે અંગ કુસુમ નવિ ધરીએ કે... મુનિવર૦ ૪ ગૃહસ્થનું ભોજન નવિ વાવરીએ પરિહરીએ વળી આભરણ છાયા કારણ છત્ર ન ધરીએ ધરે ન ઉપાનહ ચરણ કે... મુનિવર૦ ૫ દાતણ ન કરે દર્પણ ન ધરે દેખે નવિ નિજ રૂપ
આ સક્ઝાય સરિતા
૪૧૯