SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭. દશવૈકાલિક સૂત્રની સઝાય (ઢાળ-૧૧) ઢાળ ૧ : સદ્ગુરૂ પદ પંકજ નમીજી વળી ધરી ધર્મની બુદ્ધિ સાધુ કિયા ગુણ ગાયશું કરવા સમકિત શુદ્ધિ મુનીસર ! ધર્મસયલ સુખકાર તુમે પાળો નિરતિચાર... મુનીસર- ૧ જીવદયા સંયમ તવોજી ધર્મ એ મંગલ રૂપ જેના મનમાં નિત્ય વસેજી તસ નમે સુરનર ભૂપ... મુનીસર૦ ૨ ન કરે કુસુમ કિલામણાજી વિચરતાં જિમ તરૂ વૃંદ સંતોષે વળી આતમાજી મધુકર ગ્રહી મકરંદ... મુનીસર૦ ૩ તેણી પરે મુનિ ઘરઘર ભમેજી લેવે શુદ્ધ આહાર ન કરે બાધા કોઈને જ દીયે પિંડને આધાર... મુનીસર૦ ૪ પહેલે દશવૈકાલિક જી અધ્યયને અધિકાર ભાખ્યો તે આરાધતાંજી વૃદ્ધિવિજય જયકાર... મુનીસર૦ ૫ ઢાળ ૨ : નમવા નેમિ નિણંદને રાજુલ રૂડી નાર રે શીલ સુરંગી સંચરે ગોરી ગઢ ગિરનાર રે... ૧ શીખ સુહામણી મન ધરો તમે નિરૂપમ નિગ્રંથ રે સવિ અભિલાષ તજી કરી પાળો સંયમ પંથ રે... શીખ૦ ૨ પાઉસ ભીની પદમિણી ગઈ ગુફામાંહિ તેમ રે ચતુરા ચીર નિચોવતી દીઠી ઋષિ રહનેમ રે... શીખ૦ ૩ ચિત્ત ચળે ચારિત્રીયો વણ વદે તવ એમ રે સુખ ભોગવીયે સુંદરી આપણે પુરવ પ્રેમ રે... શીખ૦ ૪ તવ રાયજાદી ઈમ ભણે ભુંડા ! એમ શું ભાખે રે વયણ વિરૂદ્ધ એ બોલતાં કાંઈ કુળલાજ ન રાખે રે... શીખ૦ ૫ હું પુત્રી ઉગ્રસેનની તું યાદવ કુળ જાયો રે નિર્મળ કુલ છે આપણાં તો કેમ અકારજ થાયો રે... શીખ૦ ૬ ચિત્ત ચળાવીશ એણીપરે નિરખીશ જો તું નારી રે તો પવનાહત તરૂપરે થઈશ અથિર નિરધારી રે... શીખ૦ ૭ ૪૧૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy