________________
તે સુણી અતિ ઘણી વેયણા વેદ રાજુલ નારી અનુક્રમે જિનવર નાણી જાણી ગઈ ગિરનાર... ૯ દીખ લેઈ પ્રભુ પાસે અભ્યાસે ગુણરંગી ઈક દિન ગિરિ ભણિ જાતાં વૃકે ભીનું અંગ કંચૂક ચીર સુકાવવા પહોંતી ગિરિદરિમાંહિ તવ મન મીઠી દીઠી રહનેમિ ઉત્સાહિ... ૧૦ નગ્ન નારી જોઈ મન વસી ધસમસી બોલ્યો બોલ તે મુનિ ચારિત્ર ચૂકતો મૂકતો લાજની ઢોલ મુનિ સુણિ સુંદરી મંદિરે ફરી કરિ પૂરિયે વાસ યૌવનવય સુખ લીજીયે કીજીયે વિવિધ વિલાસ... ૧૧ સતીય શિરોમણિ ભાંખી આખે અણી મુઝ શીલ વાડી ન લો ! તહ તણી ચઉણિ જિમ હોય લીલ તુજ પણ દેખી તરૂણી રમણી ચૂકશે ચિત્ત તો હઠ તરૂ પરે હોશે ચંચલ તુઝ ચરિત્ર... ૧૨ એમ અગમ ધન કુલ તણી ભણી ઉપમા સાર બાલકુંવારી તારિયો રહનેમિ અણગાર બિહુંજણ તે શિવપુર ગયા ગહગહયાં સુખ અભંગ અધ્યયને બાવીસમે એ અધિકાર સુચંગ... ૧૩ ધન ધન ઉપની નિયકુલ રાજુલ બાલકું વારી ધન ધન નેમિ સહોદર રહનેમિ અણગાર વિજયદેવ ગુરૂ પટદર વિજયસિંહ મુનિરાય તેહ તણો એમ બાલક ઉદયવિજય ગુણ ગાય... ૧૪
ઢાળ ૨૩ : શિષ્ય જિણેસર પાસના કેશીકુમર મુણિંદ રે ગોયમ વીર નિણંદના એક સૂરજ એક ચંદ રે
ધન ધન એ દો ગણધરા ૧ ધન ધન એ દો ગણધરા ગોયમ કેશીકુમાર રે હિંદુક વન ભેળા મળી કરે જિનધર્મ વિચાર રે...
ધન ધન એ દો ગણધરા ૨
४०८
સઝાય સરિતા