________________
સંઘાડા બેહુ જિન તણા મનમાં આણે સદેહ રે મુક્તિમારગ દોઈ જિન કહે તો કાલ અંતર એહ રે...
ધન ધન એ દો ગણધરા ૩ ચાર મહાવ્રત કેશીને ગોયમને પુણ પંચ રે કેશી પૂછે ગોયમા ! કહે ઉત્તર પરપંચ રે...
ધન ધન એ દો ગણધરા ૪ ઋજુ-જડ પહિલા જિનતણા અંતિમ વક-જડ હોય રે જાણ સરલ બાવીસના તિણે હુઆ માર્ગ દોય રે...
ધન ધન એ દો ગણધરા ૫ પરમારથ પૂરણ જોયતાં મારગભેદ મ લેહો રે રૂડી મતિ તુઝ ગોયમાં કેશી ટળીયા સદેહો રે...
ધન ધન એ દો ગણધરા ૬ અધ્યયને વેવીશમે જે જે પૂછું તેહ રે ગોયમસ્વામીમેં સહુ કહ્યું કેશી ટળિયા સંદેહ રે...
ધન ધન એ દો ગણધરા ૭ મુક્તિ ગયા દોય ગણધરા જિહાં સુખખાણ અભંગ રે શ્રી વિજયસિંહ સૂરીશ્વર શિખ્ય ઉદય રસરંગ રે...
ધન ધન એ દો ગણધરા ૮
ઢાળ ૨૪ :. સમિતિગુમિ સૂધી ધરો ભવિ ચેતો રે ઈમ કહે વીરજિનેશ
ભવિકચિત્ત ચેતો રે અધ્યયને ચઉવીસમું ભવિ ચેતો રે એ અધિકાર અશેષ
ભવિકચિત્ત ચેતો રે ૧ વાટે જોઈ ચાલીયે ભવિ ચેતો રે જુગ લગ જયણા કાજ
ભવિકચિત્ત ચેતો રે સત્યમધુર હિતકારીયું ભવિ ચેતો રે વયણ ભણો મુનિરાજ
ભવિકચિત્ત ચેતો રે ૨ સુડતાલીસ નિવારિયે ભવિ ચેતો રે એષણા કેરા દોષ
- ભવિકચિત્ત ચેતો રે સક્ઝાય સરિતા
४०८