SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયદેવ સૂરીશ્વર પાટે વિજયસિંહ મુનિરાય રે ઉદયવિજય વાચક તસ બાલક સાધુતણા ગુણ ગાય રે... * ધન ધન શ્રી ઋષિ૦ ૧૩ ઢાળ ૨૧ : નયરી ચંપામાં વસે એતો શ્રાવક પાલક નામ સજની એક દિન પ્રવાહણ પૂરિયાં પોતો પિહુડપુર ઠામ સજની સમુદ્રપાલ૦ ૧ સમુદ્રપાલ મુનિવર જયો એ તો સંવેગી વિખ્યાત સજની અધ્યયને એકવીશમે એહ સયલ અવદાત સજની સમુદ્રપાલ૦ ૨ તે તિહાં ધન ભેગું કરી પરણ્યો વિદેશ નાર સજની સગર્ભા નારી લેઈ ચઢ્યો નિયપુર આવણ હાર સજની સમુદ્રપાલ૦ ૩ સમુદ્રમાંહિ સુત જનમીયો સમુદ્રપાલ તસ નામ સજની પુત્ર-કલત્ર લઈ આવીયો પાલ કે ચંપા ઠામ સજની સમુદ્રપાલ૦ ૪ અનુક્રમે તાતે પરણાવીયો રૂપિણી નારી સરૂપ સજની એકદિન ગોખે બિરાજતો દેખે નગર સ્વરૂપ સજની સમુદ્રપાલ૦ ૫ એક ચોર તવ દીઠડો તસ કંઇ કણયરમાલ સજની ગાઢ બંધને બાંધીયો ભોગવે દુ:ખ અસરાલ સજની સમુદ્રપાલ૦ ૬ તે દેખી તસ ઉપનો મન વૈરાગ્ય અપાર સજની સમુદ્રપાલ મન ચિંતવે જુઓ કઠિન કર્મ અધિકાર સજની સમુદ્રપાલ૦ ૭ માતાને પૂછી લિયે સંયમ ભાર કુમાર સજની મુક્તિ ગયો મુનિરાજીયો સુખ પામ્યો શ્રીકાર સજની સમુદ્રપાલ૦ ૮ વિજયદેવ પાટે જ્યો વિજયસિંહ ગણધાર સજની શિષ્ય ઉદય વાચક કહે મુનિ ગુણ મોહનગાર સજની સમુદ્રપાલ૦ ૯ ઢાળ ૨૨ ઃ શૌરીપુર અતિ સુંદર શ્રી વસુદેવ નરિંદ રોહણી દેવકી રાણી રામ-કેશવ દોઈ નંદ સમુદ્રવિજય વળી રાજીયો રાણી શિવાદે કંત મન આનંદના નંદન નેમિયર અરિહંત... ૧ સહસ અઠ્યોતેર સુંદર લક્ષણ અંગ અભંગ, ૪૦૬ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy