SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવય દેખી હરખે પૂછે પ્રભુ તુહ કોમલ કાય રે... ધન ધન શ્રી ઋષિ૦ ૩ આ તુહ રૂપ અનોપમ યૌવન તરૂણીજન આધાર રે ઈતિ અવસર નારીરસ લીએ વડપણ સંયમ ભાર રે... ધન ધન શ્રી ઋષિ૦ ૪ ધ્યાનપારી તવ મુનિવર બોલે રાજન હું છું અનાથ રે નાથ વિના સંયમ મેં લીધું નૃપ કહે હું તુહ નાથ રે... ધન ધન શ્રી ઋષિ૦ ૫ જોઈએ તે તુમહને હું પૂરું લ્યો તુહે એ બહુ આથ રે મુનિ કહે રાજન નાથ ન તાહરે કિમ થાઈશ મુઝ નાથ રે ?... ધન ધન શ્રી ઋષિ૦ ૬ રાય કહે હય-ગ-રથ-પાયક મણિ-માણક ભંડાર રે માહરે છે હું નાથ સહુનો તવ બોલે અણગાર રે... ધન ધન શ્રી ઋષિ૦ ૭ કોસંબી નયરીનો રાજા મુજ પિતા ગુણવંત રે તાસ કુંવર હું અતિઘણો વલ્લભ લઘુ વય લીલાવંત રે... ધન ધન શ્રી ઋષિ૦ ૮ એક દિન મુજ અંગે થઈ વેદના ન ટળે કોઈ ઉપાયે રે માત-પિતા માહરે દુઃખે દુ:ખિયાં નારી હૈયડું ભરાય રે.. ધન ધન શ્રી ઋષિ૦ ૯ બહુલ વિલાપ કર્યો તેણીયે મુઝ દુ:ખ નહિ લેવાય રે તવમેં નિર્ણય એવો કીધો ધર્મજ એક સહાય રે... ધન ધન શ્રી ઋષિ૦ ૧૦ ઈમ ચિંતવતાં વેદન નાઠી પ્રાતઃ સંયમ મેં લીધો રે નાથ-અનાથ તણો એ વિવરો સુણી નરનાથ પ્રસિદ્ધો રે... ધન ધન શ્રી ઋષિ૦ ૧૧ તે સુણી રાજા સમકિત પામ્યો મુકિત ગયો અણગાર રે વીસમે અધ્યયને જિનવીરે એ ભાખ્યો અધિકાર રે... - ધન ધન શ્રી ઋષિ૦ ૧૨ // સઝાય સરિતા ૪૦૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy