________________
બોલાવ્યો સુર કહે સુતા જો પરણે મુનિ સવિવેક... માતંગ મુનિવરૂ ૬ તો સાજી તત્પણ એ થાયે તે નિસુણી કન્યા તેહ રાજાયે મુનિને પરણાવી મૂકી જ કૂખને ગેહ... માતંગ મુનિવર ૭ રાતે મુનિ અવિચલ તેણે દીઠો આવી પ્રભાતે ગેહ ઋષિ નિરખીને યોગ્ય કહી ઈમ ઝાણી પુરોહિત તેહ... માતંગ મુનિવર ૮ માંડે ભાગ પુરોહિત એક દિન વિપ્ર મલ્યા લખ જોડ માસખમણ પારણે તિહાં મુનિવર આવ્યો મનને કોડ... માતંગ મુનિવર ૯ આરંભી અવિવેકી બાંભણ ન લહે ધર્મ વિચાર મુનિ દેખી કહે કુણ તું દીસે જા અત્યજ અવતાર... માતંગ મુનિવર ૧૦ યક્ષ તદા મુનિ મુખથી બોલે યાગનું ફલ તુમ્હ એહ શુદ્ધ પાત્ર ગોચરીયે પહોતો હું તુહ બારણિ જેહ... માતંગ મુનિવરૂ ૧૧ રોષે બાંભણસુત તવ મુનિને કરવા યષ્ટિ પ્રહાર ઉઠ્યા તવ તે જણે કીધા રૂધિર વમત કુમાર... માતંગ મુનિવર ૧૨ પાય લાગી મુનિને તે ખામે પુરોહિત સુત અપરાધ પ્રતિલાભી પ્રતિબોધ લહ્યો તિણે બાલકને થઈ સમાધ... માતંગ મુનિવર ૧૩ મુક્તિ મુનિ પહોતો જય વરત્યા એ અધિકાર અશેષ અધ્યયને બારમે વખાણ્યો શ્રી મહાવીર જિનેશ... માતંગ મુનિવર ૧૪ વિજયદેવ ગુરૂપટ્ટ પ્રભાવક શ્રી વિજયસિંહ સૂરિરાય તેણ તણો બાલક ઈમ બોલે ઉદય વિજય ઉવઝાય... માતંગ મુનિવર ૧૫
ઢાળ ૧૩ : ચિત્ર અને સંભૂત એ ગજપુરમાં વિહરંત એ, મહંત એ, દોય માતંગ મુનીશ્વરા એ... ૧ એક દિન તેહને વંદે એ ચકી નિયમ નિકદે એ, આણંદે એ, પટરાણી પણ વંદતી એ... ૨ નારી રયણ તે દીઠી એ કામ અગ્નિઅંગિઠી રે, પઈઠી એ, મનમાં તે સંભૂતને એ. ૩ ચકીતણું નિયાણ એ કરે તે અજાણ એ, જાણ એ, ચિત્રે વાય નહિ રહે એ... ૪ ચિત્ર નિયાણાં વિણ શુદ્ધ એ સંભૂતો મુનિ અવિશુદ્ધ એ સક્ઝાય સરિતા
૩૯૯