SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનવર ઈણીપરે જપે વિષયવિકાર મ રાચો રે; તપ-જપ-સંયમ-કિરિયાનો ખપ કીજે જે જગ સાચો રે... ૨ મધ-માંસ આહાર કરતો વિષયવિકાર ઉમાહ્યો રે નરકતણું તે આઉખું બાધે અજ પરિ કરમે વાહ્યો રે... ૩ કોડી લોભે સરસ ગુમાવે મંદમતિ જિમ કોઈ રે અંબતણાં ફલ કારણ છાંડિયે રાજ્યઋધિ ધરે સોઈ રે.. ૪ તિમ નરભવ સુખકારણી-છાડે અમરતણાં સુખ ભોગ રે તિમ વલી મોક્ષતણાં સુખ મોટા કિમ પામે જડ લોક રે.. ૫ એણી પરે મૂઢપણું પરહરીયે પંડિત ગુણ આદરીયે રે વિજયસિંહ ગુરૂ શિષ્ય કહે ઈમ ઉદય સદા સુખ વરીયે રે... ૬ ઢાળ ૮ : કેવલ નાણ ગુણ પૂરીયો ચોર પાંચશે હેત રે સુધન કપિલો મુનિ ઉપદિશે સુણો સુગુણ સચિત્ત રે.... વિષમ ૧ વિષમ વિષય રસ પરિહરો ધરો ધૈર્ય મનમાંહિ રે કાયર નવિ છાંડી શકે ત્યજે શૂર ઉછાહિ રે... વિષમ૦ ૨ એહ સંસાર જલનિધિ સમો કહ્યો તે દુઃખ ભંડાર રે વહાણ સરિસ એકજ સાહુ તિહાં ધર્મ આધાર રે... વિષમ૦ ૩ જેહ મન-વચન-કાયા કરી જયણા કરે સાર રે તે સઘળાં દુઃખ પરહરી લહે સુખ શ્રીકાર રે... વિષમ૦ ૪ લાભ જિમ-જિમ હવે અતિ ઘણો તિમ-તિમ લોભ વાવંત રે દોઈ માસા ધન કારણે નવિ કોડિ સરંત રે... વિષમ) ૫ પંચસય એમ પ્રતિ બોધીયા ઋષિરાય ઉપદેશ રે આઠમા એહ અધ્યયનનો કહ્યો અર્થ લવલેશ રે... વિષમ૦ ૬ વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિંહ સૂવિંદ રે શિખ્યતસ વાચક ઈમ ભણે ઉદય વિજય સુખ કંદ રે... વિષમ- ૭ ઢાળ ૯ :. દેવતણી ઋદ્ધિ ભોગવી આવ્યો મિથિલા નયરી નરિંદો નમિ નામિ જે ઈન્દ્ર પરખી જાણ્યો શુદ્ધ મુણિદોરે ૩૯૬ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy