________________
ઢાળ ૬ : ઢાળ : સંસારે રે જીવ અનંત ભર્વે કરી,
કરે બહુલા રે સંબંધ ગતિ ચિંહુ ફરી ફરી નવિ રાખે રે કોઈને તવ નિજ કર ધરી
સગાઈ રે કહો કિણી પરે કહીયે ખરી... ત્રુટક : કહો ખરી કિણી પર એ સગાઈ કારમો સંબંધ એ
સવિ મૃષા માતા પિતા બહેની બંધુ નેહ પ્રબંધ એ ઘરે તરૂણ ઘરણી રંગે પરણી ગાણ કારણ તે નહી
મણિ કણ મુત્તિઓ ધન્ન ધણ કણ સંપદા સવિ સંગ્રહી... ૨ ઢાળ : એહ થાવર રે જંગમ પાતિક દોઈ કહ્યાં
જેહ કરતાં રે ચઉગઈ દુ:ખ જીવે સહ્યાં તેહ ટાળો રે પાતિક દૂરે ભવિયાણા
જીમ પામો રે ઈહ પરભવ સુખ અતિ ઘણાં... ત્રુટક : અતિઘણાં સુખ તુહે લહો ભવિયણ જૈનધર્મ કરી ખરો
પરદાર પરધન પરિહરી તિણે જૈનધર્મ સમાચરો જે મદે માચે રૂપે રાચે ધર્મ સાચે નવિ રમે
અંજલિ જલ પરે જન્મજાતો મૂઢ તે ફળ વિણ ગમે... ૪ ઢાળ : અધ્યયને રે છઠે શ્રી જિનવર કહે
શુભ દષ્ટિ ર તેહ ભલી પરે સહે તે સહી રે તપ નિયમાદિક આદરે
આદરતા રે કેવળ લચ્છી પણ વરે... ત્રુટક : લચ્છી વરે જિન ધર્મ કરતો હલુઆ કર્મી જે હવે
પાંચમો ગણધર સ્વામી જંબૂ પૂછીયો ઈણી પરે કહે શ્રી વિજયદેવ સૂરીંદ પટધર વિલ્યસિંહ મુનીસરૂ તસ શિષ્ય વાચક ઉદય ઈણીપરે ઉપદિશ ભવિ હિતકર... ૬
ઢાળ ૭ : અજ જિમ કોઈક પોષે આંગણે પ્રાહુડાને હેતે રે તે અજ જબ મનગમતાં ચરણો તાસ વિપાક ન ચેતે રે... ૧
સક્ઝાય સરિતા
૩૯૫