SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યામતિ મૂકી કરી ગુણઆદર માંડો રે... શુદ્ધ ધર્મનો ખપ કરો ૧ શુદ્ધ ધર્મનો ખપ કરો ટાળી વિષય વિકારો રે ચઉથે અધ્યયને કહે વીર એહ વિચારો રે... ૨ પાપ કરમ કરી મેળવે ધનના લખ જેહ રે મૂરખ ધન છાંડી કરી નરકે ભમે તેહ રે... ૩ બંધવજનને પોષવા કરે છે નર પા૫ રે તેહતણાં ફળ દોહિલો સહે એકલો આપ રે... ૪ ખાત્રતણે મુખે જે ગ્રહ્યો એક ચોર અયાણ રે નિજકમેં દુ:ખ દેખતાં તેહને કુણ ત્રાણ રે... ૫ ઈમ જાણી પુણ્ય કીજીયે જેહથી સવિ સુખ થાયે રે નવિ નવિ સંપદ અભિનવી વલી સુજશ ગવાયે રે... ૬ વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિંહ મુખિંદો રે શિખ્ય ઉદય કહે પુણ્યથી હોઈ પરમ આણંદો રે... ૭ ઢાળ ૫: - પંચમ અધ્યયને કહે એ પંચમ શ્રીગણધાર નિયજીએ સદહે એ જંબૂસ્વામી તે સહીએ... ૧ મરણ સકામ-અકામ એ મૂરખ મરણ અકામ એ સકામ એ બીજ ઉજાણપણા થકી એ... ૨ પ્રથમ અનંતી વાર એ જીવ લહે નિરધાર એ સાર એ બીજા પુણ્ય કોઈક લહે એ... ૩ ઈહ-પરલોક ન સહે જે ભાવે તે સુખી કહે નહિ રહે તત્વ તણી મન વાસના એ... પંચે આશ્રવ આદરે વિવિધ પરે માયા કરે નવિ તરે તે અજ્ઞાની - જીવડો એ... ૫ સામાયિક પોસહ ધરે સાધુતણા ગુણ અનુસરે નિસ્તરે એ તે પ્રાણી નાણી સહી એ... ૬ ગુણ અવગુણ ઈમ જાણીયે ગુણ ધરીએ ગુણખાણી એ વાણીએ વિજયસિંહ ગુરૂ શિષ્યની એ... ૭ સક્ઝાય સરિતા ૩૯૪
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy