________________
ઈમનિસુણી પ્રભુદેશના ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડયાજી, પામ્યા કેવલજ્ઞાન. સમયમેં૦ ૭ ગૌતમના ગુણ ગાવતાજી, ઘર સંપત્તિની કોડ; વાચક શ્રીકરણ ઈમ ભણેજી, વંદુ બે કરજોડ. સમયમેં૦ ૮ ૨૦૬. ઉત્તરાધ્યયની સઝાય (ઢાળ-૩૬)
- ઢાળ ૧ : પવયણ દેવી ચિત્ત ધરી છ વિનય વખાણીશ સાર જંબૂને પૂછે કહ્યોજી શ્રી સોહમ ગણધાર
ભવિકજન વિનય વહો સુખકાર ૧ પહેલે અધ્યયને કહ્યોછ ઉત્તરાધ્યયન મઝાર સઘળા ગુણમાં મૂળગોળ જે જિનશાસન સાર... ભવિકજન ૨ નાણ વિનયથી પામીયેજી નાણે દરિસણ શુદ્ધ ચારિત્ર દરિસણથી હુવે જ ચારિત્રથી પુણ સિદ્ધ... ભવિકજન૦ ૩ ગુરૂની આણ સદા ધરે છે જાણે ગુરનો રે ભાવ વિનયવંત ગુરૂ રાગીયો છે તે મુનિ સરલ સ્વભાવ... ભવિકજન) ૪ કણનું કુંડું પરિહરી જી વિટાણું મન રાગ ગુરૂદ્રોહી તે જાણવા જ સૂઅર ઉપમ લાગ... ભવિકજન૦ ૫ કોહ્યા કાનની કૂતરી જી ઠામ ન પામે રે જેમ શીલ હિણિ અકહ્યાગરા છ આદર ન લહે તેમ... ભવિકજન૬ ચંદ્ર તણી પરે ઉજળી છે કીર્તિ તેહ લહંત વિષય કષાય છતી કરીશ જે નર વિનય વસંત... ભવિકજન, ૭ વિજય દેવગુરૂ પાટવી જી શ્રી વિજયસિંહ સૂરીંદ શિખ્ય ઉદય વાચક ભણે છ વિનય સયલ સુખકંદ... ભવિકજન, ૮
ઢાળ ૨ ઃ સોહમસામિ જંબૂ પ્રતે ઉપદેશે ધર્મ સુવિચાર રે ઉત્તરાધ્યયન બીજે કહ્યો પરીષહતણો અધિકાર
ઈદ્રિયજય તમે આદરો ૧ ઈદ્રિયજય તમે આદરો જિમ લહી સુખ સંસાર રે
૩૯૨
સક્ઝાય સરિતા