________________
અશુભ કર્મ તે છાંડીયે વળી આદરિયે શુભ કર્મ રે સમઝી લ્યો રે ભવિયા એ સાંભળ્યા કેરો મર્મ રે... અંગ૦ ૨ મર્મ ન જાણે મૂળગો કંઠ શોષ કરાવે ફોક રે તેહને હિત કિણિ પરે હુયે ફળ લીયે તે રોકારોરે... અંગ૦ ૩ મત કોઈ જાણો રે ઉલટું અમે પ્રવચનના છીએ રાગી રે શાસનની ઉન્નતિ કરે તે શ્રોતાને કહું સોભાગી રે... અંગ૦ ૪ ચેઈય કુલ ગણ સંઘનું આચારય પ્રવચન શ્રતનું રે વેયાવચ્ચ તેણે નિત કર્યું જેહનું મન છે તપ-સંયમનું રે... અંગ ૫ પણ વ્યવહારે શોભીયે વ્યવહાર તે ભકિત સાચો રે કૃપણપણે જે વંચીયે તેહનો ભાવ જાણો કાચો રે... અંગ૦ ૬ જે ઉદાર આગરૂ ગુણ રસિયા કદીય નહિં આલસીયા રે સાધુ વચન સુણવા ઉલ્લસિયા તે શ્રોતા ચોકસિયા રે... અંગ૦ ૭ એહવાને તુમેં અંગ સુણાવો ધરીયે ધર્મ સનેહો રે ધર્મગોઠ એહવાશું વાઝે જે એક જીવ દોઈ દેહો રે... અંગ૦ ૮ ધન્ય તેહ વર અંગ ઉપાંગે જેહનું લાગ્યું મન્ન રે વાચક્રશ કહે તસ ગુણ ગાવા કીજે કોડી યતન્ન રે... અંગ૦ ૯
કળશ (ઢાળ ૧૨) અંગ અગ્યારે સાંભળ્યા રે પહોંતા મનના કોડ, ટોડરમલ જીત્યો રે ગઈ આપદા સંપદા મિલી એ આવી હોડહોટ... ટોડરમલ્લ જીત્યો રે ૧ દલિયે તે દુર્જન દેખતાં રે વિઘનની કોડાકોડ ટોડરમલ્લ જીત્યો રે સજન માંહિ મલપતા રે ચાલે મોડામોડ... ટોડરમલ્લ જીત્યો રે ૨ જિમ જિન વરસી દાનમાં રે ન કરે ઉડાઉડ ટોડરમલ્લ જીત્યો રે તિમ સદ્ગર ઉપદેશમાં રે વચન વિચારશું ઠોડ... ટોડરમલ્લ જીત્યો રે ૩ કર્મ વિવર ચર પોળીયો રે પોલે દીયે છે છોડ ટોડરમલ્લ જીત્યો રે તખત વખત ફલ પામશું રે હૂઈ રહ્યા દોડાદોડ... ટોડરમલ્લ જીત્યો રે ૪ માત બગોઈ મંગલ પિતા રે રૂપચંદભાઈ ઉદાર ટોડરમલ્લ જીત્યો રે માણેકશાયે કાંઈ સાંભળ્યા રે વિધિશું અંગ અગ્યાર... ટોડરમલ્લ જીત્યો રે ૫ યુગ યુગ મુનિ વિધુ સંવચ્છરે જસવિજય ઉવઝાય ટોડરમલ્લ જીત્યો રે સુરત ચોમાસું રહી રે કીધો એ સુપસાય... ટોડરમલ્લ જીત્યો રે ૬
૩૯૦
સઝાય સરિતા