________________
રોમાંચિત હુઈ ચિત્ત ધારો સમકિત પર્યાય વધારો, હોલાલ પ્યારાં ૩ સહાય કરે શ્રુત સુણતાં તે સુખ પામે મનગમતાં જે વિઘન કરે હુઈ આડો તે તો માણસ નહીં, પણ પાડો હોલાલ પ્યારાં ૪ વાચક્યશ કહે સુણો લોગ શ્રુત ટાળે વિઘનનો સોગ કહીયેં શ્રુતભક્તિ નવિ ત્યજીત્યે ગુરૂ ચરણ કમલ નિત ભજીયે હોલાલ પ્યારાં ૫
| શ્રી ઉપાસકદશાંગ સૂત્ર (ઢાળ ૭) સાતમું અંગ ઉપાસક દશા તે સાંભળવા મન ઉલ્લાં ટોળે મળી મનોહર ભાવ પામ્યો ધર્મ ક્યા પ્રસ્તાવ... ૧ શ્રાવક ધર્મ પ્રભાવક જ્યાં આણંદાદિક જે દઢ થયા તેહનાં એહમાં સરસ ચરિત્ર સાંભળી કરીયે જન્મ પવિત્ર... શ્રાવક ૨ શ્રાવક જિમ ઉપસર્ગ ખમેં તેડી મુનિને વીર કહે તમે ગૃહીનેં ખમવું ઈમ ચિત્ત વસ્ય શ્રત પાખે તુમ કહેવું કશું... શ્રાવક ૩ જિમ જિમ રીઝે ચિત્ત શ્રુત સુણી તિમ તિમ શ્રોતા હોય બહુ ગુણી રોમાંચિત હુયે કાયા સદ્ય જાયે નાઠા સકલ અવદ્ય... શ્રાવક ૪ જિનવાણી જેહને મનરૂચી તે સત્યવાદી તેહજ શુચિ ધર્મ ગોઠી તેહશું કીજીયે વાચક્ય કહે ગુણે રીઝીયે... શ્રાવક ૫
શ્રી અંતગડદશાંગ સૂત્ર (ઢાળ ૮) આઠમું અંગ અંતગડદશા સાહેલડીયા સુણજો ધરીય વિવેક ગુણ વેલડીયા બોલ્યા બોલ તે પાળીયે સાહેલડીયા નવિ તજીયે ગુણ ટેક... વેલડીયા ૧ એક સુયખંધ છે એહનો સાહેલડીયા મોટો છે અડવગ્ય વેલડીયા ચરિત્ર સુણો બહુ વીરની સાહેલડીયા રોમાંચિત હુએ અંગ... વેલડીયા ૨ ધરમ તે સોવન ઘટ સમો સાહેલડીયા ભાંગે પણ નવિ જાય વેલડીયા ઘાટ ઘડામણ જો ગયું સાહેલડીયા વસ્તુનું મૂલ કહાય... વેલડીયા ૩ નિત નિત રાચીએ માચીયે સાહેલડીયા યાચીયે એકજ મુક્તિ વેલડીયા પુણ્યની પ્રકૃતિ નિકાચીયે સાહેલડીયા ધર્મરંગ એહ યુક્તિ... વેલડીયા ૪ શ્રી નયવિજય વિબુધતણો સાહેલડીયા વાચક યશ કહે સીસ વેલડીયા
૩૮૮
સક્ઝાય સરિતા