SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ ભક્તા સુખ પામશેજી અવર ભમે મતિ ખોય... ચતુરનર ધારો૦ ૪ અંગે પૂજા પ્રભાવનાજી પુસ્તક લેખન દાન ગુરૂ ઉપકાર સંભારવોજી આદર ભક્તિ નિદાન... ચતુરનર ધારો૦ ૫ વક્તા એહવો કોઈ નહીંજી જિમ ભાખ્યો તુમે ધર્મ વાચકયશ કહે હર્ષશુંજી ઈમ તે વિનયનો મર્મ... ચતુરનર ધારો૦ ૬ શ્રી સ્થાનાંગ સૂત્ર (ઢાળ ૩) ત્રીજું અંગ હવે સાંભળો જિહાં એકાદિક દસ ઠાણ, મોહન ! ઉદ્દેસા છે અતિઘણા અર્થ અનંત પ્રમાણ, મોહન, વારી જાઉં...હું જિન વચનની જેહના ગુણનો નહિં પાર મોહન ! જેહ ક્રૂર અને બહુ લંપટી તેહનો પણ કરે ઉદ્ધાર મોહન ! વારી જાઉ૦ ૨ ગીતારથ મુખ સાંભળ્યે લહે નય ભાવ ઉલ્લાસ મોહન ! તરણી કિરણ ફરસે કરી હુયે સવિ કમલ વિકાસ મોહન ! વારી જાઉ૦ ૩ જે એહની દિયે શુભ દેશના તેમ હુઓ સદ્ગુરૂ પૂર મોહન ! તસ અંગ-વિલેપન કીજીયે ચંદન મૃગમદશું કપૂર મોહન ! વારી જાઉ૦ ૪ જિમ ભમર કમલવન સુખ લહે કોકિલ પામી સહકાર મોહન ! તિમ શ્રોતા વક્તાને મળે પામે શ્રુત-અર્થનો પાર મોહન ! વારી જાઉ૦ પ ખાંડ ગળી સાકર ગળી વળી અમૃત ગળ્યું કહેવાય મોહન ! માહરે તો મન શ્રુત આગળે તે કાંઈ ન આવે દાય મોહન ! વારી જાઉ૦ ૬ શ્રુતના ગુણ મન લાવીયે વળી ભાવિયે મન વૈરાગ મોહન ! ઠાણાંગે પ્રેમ જગાવીયે ઉપજાવીયે સુયશ સોભાગ મોહન ! વારી જાઉ૦ ૭ શ્રી સમવાયાંગ સૂત્ર (ઢાળ ૪ ) ચોથું સમવાયાંગ તે સાંભળો મૂકી આમળો રે મનનો ધરી ભાવ કે એના અર્થ અનોપમ અતિ ઘણા જગ જાણે રે એહનો સુપ્રભાવ કે... ઉત્તમ ધરમેં થિર રહ્યો ૧ સંખ્યા શત એગુણત્તરા અણેગુત્તરા રે બીજી પણ જાણ કે સરવાળો ગણિ પિટકનો એહમાં છેરે જુઓ યુક્તિપ્રમાણ કે... 0 સજ્ઝાય સરિતા ૩૮૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy