________________
કામ લુબ્ધ કામિની કહે રાતી વિષયારસ તુમને હું વિણ ભોગવ્યાં છોડું નહિં અવસ... ૩ નિષ્ફલ નૃપ પત્ની તણાં થયા મનોરથ એહ કરવા લાગી કુકૂઉ દુરાચારિણી તેહ... ૪ મંદિર બાર ઉઘાડીયા આવ્યા નૃપ જનમાંહિ ઝાલ્યા તે બેહુ યતિ બાંધ્યા કાઠી સાહી... ૫ મુનિવર મુખ બોલ્યા નહિં મોહકર્મ બલ માર રાજા આવ્યો એટલે રમી વન ગહન ઉદાર... ૬ વાત જણાવી રાયને તેડાવ્યા બે સાધ નિરપરાધ નિષ્ફર પણે દીધી માર અગાધ... ૭ બંદીખાને લઈ ધર્યા માસ એક મુનિરાય એક દિવસ રજની સામે મુનિ પભણે સજઝાય... ૮ રાજા રાણી સાંભળે સૂતા મંદિર માંહિ કાન દઈ એક ચિત્તશું સુણે ઘણે ઉછાહિ... ૯
ઢાળ ૪ સાધુ કહે નિજ જીવને સાંભળ તું મનવીર
ભોગવ પૂર્વભવે કીયા એ દુ:ખ કર્મ જંજીર... ૧ કર્મ કમાઈ આપણી છૂટે નહિં કોય સુર-નર કમેં વિટંબીયા ચિત્ત વિચારિ જોય... કર્મ કમાઈ આપણી ૨ રે મન કર્મ વિટંબના મત આણો રોષ કર્મ કમાઈ પ્રમાણને કેહનો નહિં દોષ... કર્મ કમાઈ આપણી ૩ પર દુ:ખ દેવું સોહિલું સવિ હુની રીત આપને સહેતાં દોહિલું નવિ સુધી નીત... કર્મ કમાઈ આપણી ૪ પરને પીડા જે કરે નવિ પૂછે ન્યાવ-- સંકટ પામે સાધુ જયું અન્યાય પ્રભાવ... કર્મ કમાઈ આપણી ૫ ઈમ સુણી રાજા ઉઠીયો આવ્યો તત્કાલ છોડાવ્યા બહુ જતી ચમકયો ભૂપાલ... કર્મ કમાઈ આપણી ૬ પાયે લાગી પ્રણિપતિ કરે. હું પાપી છું દુષ્ટ ઋષિ મુજ મિચ્છામિ દુક્કડ થાઓ તુમ સંતુષ્ટ... કર્મ કમાઈ આપણી ૭ આ સક્ઝાય સરિતા
૩૭૭