________________
કનકવિજય કહે ઈણી પરે પ્રીત ન થાયે માંડ... ૨૪
ઢાળ ૨ રાણી બોલે ઋષી સુણો મ કરો હઠ અનંત બન્ને નહિં તો એમ્પણ વિલસો ભોગ મહંતરે સાધુ કહે સુણ માતા ગંગા તું છે માત સમાન રે તાહરે પુત્ર થકી અમે અધિક હઠ કિસ્યો અસમાન રે મોરી માતાજી જાવા દ્યો બે સાધ રે અમે કવણ કીયો અપરાધ રે અમને થાય છે અધિકો બાધ રે... મોરી માતાજી૦ ૨ વૈરાગી અમે બાલ બ્રહ્મચારી છાંડ્યો કુટુંબ પરિવાર રે રમણી છાંડી અમે રંભા સરખી એહ અમારો આચાર રે... મોરી માતાજી૦૩ " રન્ને વને રહીયે ઈદ્રિય દમીયે સહીયે આતા શીત રે પ્રીત ન કરીયે ભવતટ લહીયે વહીયે ચારિત્ર ચિત્ત રે... મોરી માતાજી. ૪ કામ ન જાગે, પાપ ન લાગે વ્રત ન ભાગે હીર રે જે તું માગે નહીં અમ આગે વૈરાગે મન ધીર રે... મોરી માતાજી. ૫ ઈન્દ્રીય બાળી ભસ્મ કરી નાખી શું દીઠો કહે માત રે અમથું આગ્રહ કરી એવડો કાંઈ વિણાસે ધાત રે... મોરી માતાજી૬ અમને દેખીને તું મોહી કારણ કેઉ દામ રે શીલ રયણ અમ પાસ અનોપમ તે જોઈએ તો રાખ રે... મોરી માતાજી૦ ૭ સાધુ ઘણું રાણી સમજાવે પણ નહિં માને તે રે ભીંજે પણ પાહાણ નવિ ભેદે વરસો બારે મેહ રે... મોરી માતાજી૦ ૮ ચોપડે ઘડે જેમ છાંટ ન લાગે ઉન્હે રંગ મજીઠ રે તિમ મુનિને વચને નૃપ પત્ની પ્રતિબુઝે નહિં ધીઠ રે... મોરી માતાજી. ૯ ઢાળ રસાલ કહીએ બીજી કનકવિજય મુનિરાય રે હાવ-ભાવ રાણી બહુ માટે મુનિવર મન ન સુહાય રે... મોરી માતાજી૦ ૧૦
ઢાળ ૩ બોલી રાણી પાપિણી વચન સુણો ઋષિરાજ એકાંતે તુમને લહ્યા સહી ન છોડું આજ... ૧ ઋષિ જંપે માતા સુણો ચલે મેરૂ ગિરિરાય શીલ અમારું નવિ ચળે વાતાં ઘણી બનાય... ૨
૩૭૬
સક્ઝાય સરિતા