________________
કહે શ્રી શાંતિ જિનેશ્વર નરવર ! સુણ અધિકાર પૂર્વભવે જે કર્મ કિયા તસ એહ વિચાર... ૧૦ કર્મ પ્રમાણે ભોગવે પ્રાણી દુ:ખ અપાર પૂર્વદિશે અમરાવતી નયરી જોયણ બાર... ૧૧ અમરસેન રાજા તિહાં પાળે વર્ણ અઢાર પટરાણી અમરાવતી મંત્રીશ્વર અતિસાર... ૧૨ અતુલબલી અલવેસરે રાજે સર અવનીશ તેજ પ્રતાપે દિનપતિ નરપતિ વિસવાવીસ... ૧૩ એક દિવસ તિહાં આવીયા દોય યતિ ગુણવંત ચારિત્રીયા વૈરાગીયા મોટા સાધુ મહત... ૧૪ છ માસી તપને પારણે મુનિવર આવ્યા તેહ એણે અવસર તિહાં ઝરમર ઝરમર વરસે મેહ... ૧૫ નૃપ અંતે ઉર મંદિર ગોખ તલે પહોંચેય ઈરિયાવહી પડિક્કમવા ઉભા મુનિવર બેય... ૧૬ સુરનર કિન્નર દિણયર અથવા પુરિસીહ એય ઋષી દીઠો રાજાની રાણી મોહી તેમ... ૧૭ સુંદર મંદિર રૂપ પુરંદર સરિખો પ્રેમ ભોગ ભોગવું ઋષી સાથે રાણી ચિંતે એમ... ૧૮ દાસી સાથે છત્રણ દેઈ બોલાયા સાધ રાજ ભુવને બે આવ્યા મુનિવર સકલ અગાધ... ૧૯ આગળ આવી ઉભી રહી રાણી બે કરોડ હાવ-ભાવ કરી બોલી મુનિ પૂરો મુજ કોડ... ૨૦ જન્મ સફળ કર સરિસહુ સરસ મલ્યો સંયોગ વર્ષ એક તુમ છાના રાષ્ટ્ર વિલસો મુજશું ભોગ... ૨૧ તમે તરૂણ વય યૌવન હું , પણ બાલક વેશ બીજો કો નહિં જાણશે રાજા નગર નરેસ... ૨૨ પ્રથમ ઢાળ પૂરી કરી સાધુ પડ્યો જંજાળ સુણી મુનિવર પાછા બાહુ લીયા તત્કાળ... ૨૩ રાણી આગળ દોડી દીધા મહેલ કમાડ
// સક્ઝાય સરિતા
૩૭૫