________________
તાડન પૂર્વક બંદીખાને નખાવીશ માસાંતે રાય કરે પસ્તાવો અપાર જો. ૨૭ દોષ ખમાવી મુનિથી સમકિત પામીયા મુનિવર બન્ને કાળ કરી દેવલોક જો, કસોટી મિષથી વૈર પૂરવ તેણે વાળીયું સુખદુઃખ નિમિત્ત કર્મ જાણી તો શોક જો. ૨૮ રાય ને રાણી જાતિ સમરણ પામીયા અલ્પ નિદાનનો દીઠો વિપાક મહાન જો, જગતની વિચિત્રતા સર્વે અનુભવી કર્મબંધનના છોડ્યા સકળ નિદાન જો. ૨૯ સાકેતપુરનું રાજ્ય દેઈ રોહિતાશ્વને દીક્ષા લીધી સોળમા જિનવર પાસ જો, કેવળ પામી શિવપુરમાં સિધાવીયાં નીતિ ઉદયનો કરજો શિવપુર વાસ જો. ૩૦ (ગુરૂ ઉત્તમપદ પવ નમે તસ ખાસજો. સત્વ શિરોમણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ.) [+] ૧૯૯. હરિશ્ચંદ્ર રાજાની સક્ઝાયો (૨) (ઢાળ-૪)
ઢાળ ૧ ઈણિ અવસર તિહાં આવીયા જિનવર જગદાનંદ સાધુ ઘણાસું પરિવર્યા જગપતિ શાંતિ આણંદ... ૧ દેવ દુંદુભિ વાજિંત્ર વાજે જલ્લર ભેરી તાલ કંસાલ અને શ્રી માદલ નાદ ન ફેરી... ૨ મોટામહોત્સવે રાજા લોકશું હર્ષ ધરેવી આયુધ છત્ર મુકુટ સઘલા હિ દૂર કરેવી... ૩ તીન પ્રદક્ષિણા દેઈ વાંધા શ્રી ભગવંત રાય રાણી મંત્રીસરૂ તે બેઠા એકંત... ૪ યોજન વાણી વખાણે જાણે અમૃત ધાર ધર્મકથા સાંભળવા બેઠી પર્ષદા બાર... નિજ નિજ ભાષાયે દાખવે સહુને શ્રી વીતરાગ કેઈ શ્રાવક વ્રત આદરે કઈ ચારિત્ર વૈરાગ... ૪ જલધર બુંદ તણી પરે ચાતક ચિત્ત હરિચંદ સરસ વચન રસ પાવન કરત તૃમિ નરીંદ... ૭ રાજા શ્રી હરિચંદજી કહે કરકમલને જોડ ભવ ભય ભંજન જિનવર ભવ સંકટથી છોડ... ૮ કહો ભગવન ! પૂરણ ભવે પાપ કિયા કોણ કોડી બહુવિધ આપદા ભોગવી લાગી સબલી ખોડી... ૯
3७४
સક્ઝાય સરિતા