________________
રૂદન કરતી છાતી ફાટને કુટતી, ખોળામાં લઈને બાળક ઉપર પ્રેમ જો, એટલામાં હરિ આવ્યો દોડતો આગળ, ઓળખી રાણીને, પૂછે છે કુશળ ક્ષેમ જે. ૧૩ સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઈને, મને વેચી દ્વિજ ઘેર જો, રાજ્યપાટ ગયું કુટુંબકબીલો વેગળો, પુત્ર મરણથી વત્યોં કાળો કેરજો. ૧૪ બાર વરસ લગે ભંગીપણું આપે કર્યું, ચાકરડીપણું થયું મારે શિર તેમ જો, કુંવર ડસાયો વનમાં કાટ લેવા જતાં, સ્વામિ હવે શું પુછો કુશળ ક્ષેમ જો ? ૧૫ પ્રભુ હવે તો દુઃખની હદ આવી રહી, શિરપર ઉગવા બાકી છે હવે તૃણ જો, દુઃખ લખ્યું હશે કેટલું આપણા ભાગ્યમાં, નાથ હવે તો માગું છું હું મરણ જો. ૧૬ ગભરાયો નૃપ રાણીની વાતો સાંભળી, ધીરજ ધારી ધું હૃદય કઠીન જો, સહન કરીશ હું જેટલું જે દુઃખ આવશે, પણ સૂર્યવંશી, થાશે નહિં કદી દીનજે. ૧૭ આટલું બોલી પ્રેમનું બંધન તોડીને, મુખ ફેરવીને માગ્યું મૃતકનું વસ્ત્ર જો, રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર જો. ૧૮ પુત્રના શબનું કામ નથી હવે માહરે, ત્યાં શું કહો છો બોલો થઈ સન્મુખ જો, લજજા મૂકી, અશ્રુથી નેત્રો ભરી નૃપે, માગ્યું અંબર, મૃતકનું કરી ઉન્મુખ જો. ૧૯ એટલામાં કરી, દેવે વૃષ્ટિ પુષ્પની, સત્યવાદી તમે જય પામો મહારાજ જો, કસોટી કીધી, દુઃખમાં નાખી આપને, ક્ષમા કરો તે સત્યતણા શિરતાજ જો ! ૨૦ દીધું વરદાન દેવે રાજ્ય આબાદનું સજીવન કરી પુત્રને ગયા દેવ લોક જો, મંત્રીશ્વર-અંગરક્ષક બન્ને આવીયા લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જો. ૨૧ ધન્ય છે ધન્ય છે સત્ય શિરોમણિ રાયને જેમ જેમ કરીયે તેમ તેમ કંચનવાન છે, સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની દીઠો ન જગમાં વૈર્યમાં મેરૂ સમાન જો. ૨૨ વિચરતા પ્રભુ શાંતિ જિનેશ્વર આવીયા રાયને રાણી વંદન અર્થે જાય જો, દેશનાતે હરિશ્ચંદ્ર પૂરવભવ પૂછીયો સ્યા કારણથી ભંગીપણું મુજ થાય જો. ૨૩ બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીયા સુતારા શિરપર આવ્યું મહાન કલંક જો, વિખુટો કર્યો પુત્ર ને રાણીથી મુજને કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંક જો. ૨૪ પ્રભુ કહે રાય રાણી તમે પૂર્વે હતા સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જો, રૂપ દેખીને રાણી વીંધાણી કામથી બોલાવે દંભથી દાસી દ્વારા ભીડી હામ જો. ૨૫ હાવ-ભાવ દેખાડ્યા બહુ એકાંતમાં પણ મુનિ કહે છે ભસ્મ થયો અમ કામ જો, તેથી અમારો કામ હવે નથી જાગતો વળી મળ-મૂત્રની કુંડી કાયા છે ઉદ્દામ જો. ૨૬ નિરાશ થઈ રાણી નૃપકને જઈ ચડાવ્યું મુનિ ઉપર નિરધાર જો,
આ સક્ઝાય સરિતા
૩૭૩