________________
[+] ૧૯૮. હરિશ્ચંદ્ર રાજાની સજઝાયો (૧)
દુહો સદ્દગુરૂપદ પંકજં નમી, સમરી શારદા માય, સત્યવાદી હરિશ્ચન્દ્રની, ઉત્તમ કહું સઝાય... ૧
ઢાળ. સત્ય શિરોમણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ, નગરી અયોધ્યા જેની સ્વર્ગ સમાન જો, સુરગુરૂ સમ વસુભૂતિ મંત્રી જેહનો, રાણી સુતારાને કુંવર દેવ સમાન જો સત્ય૦ ૧ અવસર જાણી સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણ જો પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિં, મનુષ્ય છતાં પણ કેટલા કરૂં વખાણ જો. ૨ સ્વામિ વચને શ્રદ્ધા નહિં બે દેવને, તેણે વિફર્ચા તાપસો પુરની બાહ્ય જો; સુવર થઈને નાશ કર્યા આરામનો, પોકાર કરતો ગયો તાપસ પુરમાંય જો.. સાંભળી નૃપતિ ચાલ્યો તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચી તાણ્યું તીરજો ગર્ભિણી હરિણીને વચમાં લાગી ગયું, હરિણી મરતાં કુલપતિ ફૂટે શિર જો. પશ્ચાતાપની સીમા ન રહી રાયને, કુલપતિ પાસે નૃપ નમાવી કાય જો; પ્રાયશ્ચિત માટે રાજ્યપાટ દઉ આપને, પાપ હત્યા જો લાગેલી મુજ જાય જો. ૫ ઉપર લાખ સોનૈયા આપું પુત્રીને, પોષેલી મૃગલી જેણે દિવસને રાત જો, કુળપતિ કહે હું રાજા, આજથી પુરનો, લાખ સોનૈયા, ઘ વેચી તુમ જાત જો. ૬ રાજ્યને તજતાં, આડો મન્દી આવીયો, ત્યારે તાપસે, કાંદો મંત્રી કાર જો, કપિજલ અંગ રક્ષક વચમાં બોલીયો, તેને પણ કીધો જંબુક છાંટી નીર જો. કસોટી કીધી દેવે રાજ્ય તાવીયું, તોપણ સત્યમાં અડગ રહ્યા છે ભૂપ જે, કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઉભા છે ચૂપ જો. વેચાણ લીધી રાણીને એક બ્રાહ્મણ, કુમારને પણ વેચ્યો બ્રાહ્મણ ઘેર જો, પોતે પણ વેચાણો ભંગીના ઘરે, કર્મ રાજાએ કીધો કાળો કેર જો. ૯ જળ વહન કર્યું બાર વરસ લગે નીચનું, નોકર થઈને વત્ય ચંડાળ ઘેર જો, દુઃખ સહન કરવામાં મણા રાખી નહિં, તોપણ કમેં જરા'ન કીધી મહેર જો. ૧૦ રાક્ષસીરૂપ કરાવી લીધી વિંટબના, તારામતિને ભરી સભાની માંય જો, નાગ ડસાલી મરણ ક્યો રોહિતાશ્વને, વિખુટો ક્યો તારામતિથી રાય જો. ૧૧ મૃતક અંબર લેવા પ્રેતવને ગયો, ચંડાળના કહેવાથી નોકર રાય જો, આવી સુતારા કુમાર મૃતકને ઉચકી, દહન ક્રિયા કરવા મૂકી કાય જો. ૧૨
સક્ઝાય સરિતા ,
૩૭૨