________________
કુશલ રાયની દીકરી હો બ્રાહ્મણ બેઠી મહોલ મોઝાર...
ધન ધન તપસીજી૦ ૭ યક્ષ પ્રભાવે મુજ પિતા હો બ્રાહ્મણ પરણાવી ઈણ સાથ મને કરી વંછી નહીં હો બ્રાહ્મણ મત કરજો વિખવાદ...
ધન ધન તપસીઝ૦ ૮ ગિરિ મત ખણો નખ થકી હો બ્રાહ્મણ પગે મત સ્પર્શી આગ લોહ જવ ખાતાં દાંત ભાંગશે હો બ્રાહ્મણ મત ઠંડો મહા ભાગ...
ધન ધન તપસીઝ૦ ૯ સાધુ મારણે ઉઠીયા હો બ્રાહ્મણ યક્ષ કોપ્યો તેણી વાર મારી કૂટી કીધા પાધરા હો બ્રાહ્મણ મુખ વહે રૂધિરની ધાર..
ધન ધન તપસીઝ૦ ૧૦ કીધાના ફળ પામીયા હો બ્રાહ્મણ યક્ષ પહોંત્યો નિજ ઠામ બ્રાહ્મણ સબ મળી વિનવે હો મુનિવર પર ઉપગારી સ્વામ...
ધન ધન તપસીઝ૦ ૧૧ વિપ્ર કહે મુનિરાયને હો મુનિવર જોડી દોનું હાથ યજ્ઞ આજ સફલ કરો તો મુનિવર તરણતારણ જહાજ...
ધન ધન તપસીજી) ૧૨ વળતા મુનિવર બોલીયા હો મુનિવર મેં પાળું પટકાય કીડી કુંજર સમ ગણું હો મુનિવર ચાલું મારગ ન્યાય...
ધન ધન તપસીજી) ૧૩ અવસર દેખી મુનિ વહોરીયે હો મુનિવર તરણ તારણ જહાજ પંચદિવ્ય પ્રગટ હુઆ હો મુનિવર વાજે દેવ દુંદુભિ નાદ...
ધન ધન તપસીઝ૦ ૧૪ બ્રાહ્મણને પ્રતિબોધીયા હો મુનિવર ટાળી આતમ દોષ ઋષભદાસ એમ વિનવે હો મુનિવર જઈ બિરાજયા મોક્ષ...
ધન ધન તપસીજી ૧૫
// સક્ઝાય સરિતા
૩૭૧