________________
ખીમાવિજય વસી ઉપશાંત સુયશ વિજય અંતે વાસી રે; પંડિત શ્રી શુભવિજય મહંત જગ જિનમત થીરતા વાસીરે... ૪ તાસ વિનયેએ અણગાર શાસ્ત્ર તણી શાખ બાયોરે; સહસ અઢાર શીલાંગના ધાર ઢાલ અઢાર કરી ગાયો રે... ૫ અઢારશે બાસઠે શુદિ પોષ બારશ ગુરૂવારે ધ્યાઈરે; રાજનગર મુનિવર નિદૉષ, શિયલવેલી પ્રેમે ગાઈરે... ૬ ધર્મ ઉત્સવ સમે ગાશે જેહ નરનારી સુણશે ભણશેરે; કહે કવિ વીરવિજય નિત્ય તેહ શુચિ વિમળા કમળા વરશેરે... ૭
૧૯૭. હરિકેશી મુનિની સઝાય સોવાંગ કુળમાં ઉપન્યા હો મુનિવર ગુણતણાં ભંડાર સમતા ધારી સાધુજી હો મુનિવર લીધો સંયમ ભાર
ધન ધન તપસીજી હો મુનિવર હરિકેશી અણગાર.. ૧ ઈદ્રિય દમનતપ આદર્યો હો મુનિવર ધ્યાવે અરિહંત દેવ હિંદુક વૃક્ષવાસી દેવતા હો મુનિવર સારે નિત નિત સેવ..
ધન ધન તપસીઝ૦ ૨ મા ખમણને પારણે હો મુનિવર યજ્ઞ પાડાની રે માંય મેલા કચૂવા લુગડા રે હો મુનિવર સમોસર્યા ઋષી ત્યાંય...
ધન ધન તપસીઝ૦ ૩ બ્રાહ્મણે દ્વેષે પાછા વાળીયા હો મુનિવર જાઓ અનેરે કામ તુજ લાયક ભોજન નહીં હો મુનિવર અહીં કિજનો કામ.
ધન ધન તપસીઝ૦ ૪ યક્ષ પ્રભાવે મુનિ બોલીયા હો બ્રાહ્મણ મેં જીવતણા રખેવાળ તુજ અર્થે અન્ન નીપજે હો બ્રાહ્મણ મારે ભિક્ષા તણો છે કાળ...
ધન ધન તપસીઝ૦ ૫ ઉચ-નીચ વરસે ભૂમિકા હો બ્રાહ્મણ જિહાં નીપજે ધાન ઉચ-નીચ ગણે નહિં હો બ્રાહ્મણ દાતાર દેવે દાન...
ધન ધન તપસીઝ૦ ૬ હેલે નિદે સાધુને હો બ્રાહ્મણ ક્રોધી પેલે પાર
૪ ૩૭૦
સઝાય સરિતા