________________
બાળ કદા વિકરાળ કદા ભૂપાળો રે અવિવેકી પંડિત રસનો રાગીઓ; રમણીને રંગે કોઈ દિન લાગીઓ... સં.વ્ય.વ.અ. ૩ જનરંજન ઉપદેશે ઉદરને ભરીયો રે ભોગી ને જોગી વેશ બનાવીયો; નાગર ને ચંડાલ ચઢ્યો વરઘોડે રે દોડેરે આગે દાસ કહાવીયો; સિદ્ધિનો વેશ કદા નવી લાવીયો... સં.વ્ય.વ.અ. ૪ માત ને વ્હેન થયાં નારી તેમ માતો રે ભ્રાત ને તાત હુઆ સંતાનમાં; ભૂમંડલ ઠાકુરિયો થઈને બેઠો રે સુણજોરે સાને કોશ્યા કાનમાં; એકલડો રોયો કોઈ દિન રાનમાં... સં.વ્ય.વ.અ. ૫ ચઉદ પૂરવધર પહોતા જે સુરલોકે રે પૂરવ શ્રુત દેશ થકી સંભારતાં; ચરણ ધરમ ધરવાની તાસ ન શક્તિ રે વિષયાકુલ ચિત્તે સુખને સેવતા; અનુગામી અવિધ નાણી દેવતા... સં.વ્ય.વ.અ. ૬ લિંગ અનંતા ધરીયાં કામ ન સરીયાં રે હોળીનો રાજા ગુણ વિણ સંજમી; નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે વાસુદેવ ચક્રી ચઉદ રતન વમી; નારકી માંહે પહોતા ગુણી જનને દમી... સં.વ્ય.વ.અ. ૭ જાતિ સમરણ નાણે નારકી જાણે રે પૂરવ ભવ કેરી સુખની વારતા; દશ વિધ વેદન છેદન ભેદન પામીરે આયુને પાળી રે તિર્યંચે જતા; માતાને પુત્ર વિવેક ન ધારતા... સં.વ્ય.વ.અ. ૮ શ્રી શુભવીર ગુરૂનાં વયણ રસાલાં રે સાંભળતાં વેશ્યા ચિત્ત ઉપશામીયું; ત્રણ કરણશું ગ્રંથીભેદ કરતી રે મિથ્યાત્વ અનાદિ કેરૂં વામીયુ; કોશ્યાયે સુધું સમકીત પામીયું... સં.વ્ય.વ.અ. ૯
ઢાળ ૧૭
મિથ્યાત્વ વામી કોશ્યા સમકિત પામીરે હર્ષ થયો અતિરેક વાલા૦ પારસ લોહવિવેક વાલા૦ વચન કહે સા છેક વાલા૦ આશ્રવ તે સંવર થયોરે માહરે સુણો મુનિરાય વાલા૦ લાછલનેે ધન્ય માય વાલા૦ ધન્ય ધન્ય તુમ ગુરૂરાય... વાલા૦ ૧ ધન્ય ધન્યએ ચિત્રશાળી રસાલજ મારીરે સમકિત મૂલ વ્રતબાર વાલા૦ ઉચ્ચરિયા ધરી પ્યાર વાલા૦ સાધુજી પાસે સાર કરે સામાયિક નિત્ય પ્રત્યેરે ચોમાસું વહી જાય વાલા૦
વાલા
૩૬૮
સજ્ઝાય સરિતા