________________
વૈરીની પરે એ વરસાળો વિરહીને ઘણું સાલે છે... ૮ ધૂપમપ માદલકે ધોકારા કંસતાલ વીણા સખરી; તાથેઈ તાથેઈ તાન ન ચૂકે મૂકે નેત સહેત ધરી... ૯ ફરસીત ખીણ તરૂ કુંતલ ભૂતલ ચંચળ અંચળ કર લેતી; ગીત રીત મદ મોહ વિનોદે ફરક ફરક ફુદડી દેતી... ૧૦ લલક લલક ઢળકુંતી કાયા કાચ ઢળાયા મેં છાયા; જીવન કે પરીનેહ ઉપાયા બચન વદે કરતી માયા... ૧૧ પ્રીતમ પ્રેમકી બાત વિચારો ભમત ભમત રોતો ભમરો; દુગ્ધા કેતકી ભસ્મ લોટત પંડીત પૂછત કાંઈ કરો... ૧૨ ભ્રમર કહે મોય દેહ દહે એક વિરહે કેતકી નારી તણે; તસ રક્ષાયે વિરહે સમશું રમશું નહિ મરૂએ દમણે... ૧૩ કહે કવિ શામળતાથૈ સબતનુ પીળી પુંઠ કીશું કીધી; પ્રેમકી ચોટ લગી મોય બહુલી તાસ ઉપર હલદી દીધી... ૧૪ કરી ચિત્ત બદને લટકે ચટકે મટકે નવી અટકે રાગે; પ્રીતકી રીત અનોપમ નાટક કરતાં પ્રમદા દાન માગે... ૧૫ કહે મુનિ હેલી સુણો અલબેલી નાટક નવી કરતાં આવે; શ્રી શુભવીર વજીર પસાયે ભવ નાટક સુણજો ભાવે... ૧૬
ઢાળ ૧૬ મેઘરાગ ઉપર ભૈરવ રાત્રે કરીઓ રે, ઉદયની વેલા માલવ કૌશિકા; પહોર સમે મધ્યાન્હે હીંડોલો દીપક રે પાછલે પહોરે શ્રી ઉપદેશીકા, નાટક મે ન દીઠું એ તોલેસિકા... ૧ સંસારે વસીયો રાગે તાણીઓ વ્યવહારે રસીયો જાતે વાણીયો; વગડાનો વાસી આશી પ્રાણીયો અવિનાશી નિરાશી ધર્મ ન જાણીયો એઆંકણી
ચઉદ રાજ ચૌદામાં વેશ બનાવે રે મિથ્યાત્વે પૂરિ રાતે અંધારીયો; સૂક્ષ્મ બાદર પજ અપજ્જ નિગોદે રે, નાટકમાં ન ભૂલ્યો મોહે મારીયો; નાઠાની ન દીઠી એકે બારીયો... સં.વ્ય.વ.અ. ૨ વિગલેદ્રીય પંચેદ્રી થયો અનુક્રમે રે રૂપ ધની દુર્ભાગી વળી સોભાગીઓ;
00
સજ્ઝાય સરિતા
૩૬૭