________________
પંથી પશુ પ્રેમદા મેળા જાણીયે મધ્ય નિશી વેળા જેઠ બપોરે મળી ભેળા...
' રસીલા૧૬ મોહન માહાલો મહેર કરી દયિતા દેખી દુ:ખ ભરી બારે માસ વિલાસ ધરી...
' રસીલા૧૭ નાટક રંગ રસે કરશું દાવ લહી દિલડું હરશું કહે શુભવીર નવિ ચળશું..
રસીલા. ૧૮ ઢાળ ૧૪ સ્થ૦ મુનિરાજ કહે સુણ વેશ હાવ ન ભાવ્યા રે; દેવા તુમને ઉપદેશ અમે ઈહાં આવ્યા રે... ૧ વેશ્યા ગયો એટલો કાળ વિશેષ કદા નવી કરીયો રે; સાહેબીયાનો ઉપદેશ સદા અનુસરીયો રે... ૨ સ્થ૦ જૈન ધર્મ વિશે શિવનારીનાં સુખ ચાખે રે; કાંઈ એ સંસાર અસાર ગયો વ્રત પાખે રે... ૩ વેશ્યા, સંસાર માંહે એક સાર વલ્લભ નારી રે; છાંડે તેહને ધિક્કાર ગયા ભવ હારી રે... ૪ સ્થ૦ મેં ધ્યાનની તાલી લગાઈ નીશાન ચઢાયા રે; શીલ સાથે કીધી સગાઈ તજી ભવ માયા રે... ૫ વેશ્યા૦ વાહલા એક દિવસે રીસાણી હતી તુમ સાથે રે; કેમ બોલાવી ચીર તાણી તદા દોય હાથે રે... ૬
સ્થ૦ સુરાપાને ભવી ભવચોક શું શું ન કરતાં રે; કિંપાક પલાશી લોક પછી દુ:ખ ધરતાં રે... ૭ વેશ્યા૦ મને વિરહ તણી ક્ષણ જાય વરસ સમાણી રે; ઘણી મોહતણી લૂ વાય વલોવ્યું પાણી રે... ૮ સ્થ૦ તાહરો મોહજનક રસ બોલ યોંગ ન છૂટે રે; મંજારી તલપને તોલ શીંકુ ન તુટે રે... ૯ વેશ્યા૦ નાગરની નિર્દય જાત બોલે મીઠું રે; કાળજામાં કપટની વાત મેં પ્રત્યક્ષ દીઠું રે... ૧૦ સ્થ૦ શું કહીયે અનાણી લોકને દુ:ખ લાગે રે; ગ્રહી સાધુના તર ફોક કહ્યું વીતરાગે રે... ૧૧ સક્ઝાય સરિતા
૩૬૫